નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો પ્રોહી બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

નેત્રંગ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો પ્રોહી બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી અનુસંધાને જીલ્લામાં ગે.કા. રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવૃત્તિ અટકાવવા દારૂ/જુગાર ની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી ગુના બનતા અટકાવવા તેમજ દારૂ/જુગાર ના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ આપેલ સુચના અધારે ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજેબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન ગઈ તા-૨૩/૦૧/૨૦૨૧ ના રોજ નેત્રંગ ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂ નો ૪,૭૭,૦૦૦/-રૂપિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ જે ગુનામાં છેલ્લા ચાર માસથી આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટકલા, તા-વાલીયા, જી - ભરૂચ નો નાસતો-ફરતો હોય જે પોલીસની નજર ચુકવી નાસતો-ફરતો હતો અને આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ ને મળેલ ચોક્સ બાતમી હકીકત આધારે નાસતો-ફરતો આરોપી રણજીતભાઇ અમરતભાઇ વસાવા રહે-ઈટકલા, તા. વાલીયા, જી - ભરૂચ નાને ઈટકલો તા.-વાલીયા ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ:- 
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા હે.કો ચંદ્રકાંતભાઇ તથા હે.કો દિલીપભાઇ તથા હે.કો. અજયભાઇ એલ.સી.બી. ભરૂચ.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.