વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ: અરબી સમુદ્રમાં ઉઠેલ વાવાઝોડુ તૌકતે જે સમુદ્ર થી ગુજરાત તરફ ફંટાયેલ જે સમયે કોઇ જાનમાલને નુશાન ન થાય તે માટે સરકારશ્રી દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને લોકોને સાવચેત રહેવા તેમજ દરીયા કીનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ આ તૌકતે વાવાઝોડા જેવી કુદરતી આફત સામે ગુજરાતની જનતાએ દ્રઢ મનોબળ સાથે સામનો કરેલ અને વાવાઝોડાના કારણેે ઘણાં વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનો તથા ખેતી વાડીમાં નુકશાની પહોંચી જેના કારણે ઘણા લોકો ઘરવીહોણા થયેલ. કોઇ પણ કુદરતી આફત સમયે ભારતના નાગરીકો દ્રઢ મનોબળ સાથે તેનો સામનો કરતા રહેલ છે અને આવા સમયે લોકો એકબીજાનો સહારો થતા હોય છે અને માનવતાના ઉમદા ઉદાહરણ સમગ્ર વિશ્વને પુરૂ પાડતા રહેલ છે.  

  આવા સમયે લોકો એક થઇ અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોની સહાય કરવા આગળ આવેલ છે જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણકુમાર મીણા ઝોન -૧, નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન -૨, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી ડી.વી.બસીયા, ક્રાઈમ બ્રાન્ચ પો. ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી દ્વારા રાજકોટ શહેર પોલીસ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સહાય કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં દશ દિવસ ચાલે તેટલી રાશન કીટ સહાય કરવા આગળ આવેલ.

  જેમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં જેઓને ખુબજ નુકશાન થયેલ છે તેઓને આ કુદરતી આફત સમયે સાંત્વના પાઠવી પોલીસ ડીપાર્ટમેન્ટ કોઇપણ પરીસ્થિતી માં તેઓની સાથે જ છે તે સંદેશો મળી રહે તે માટે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને રાશનકીટ સહાય કરવા રાજકોટ શહેર તાલીમાર્થી પોલીસ જવાનોના શ્રમદાનથી કુલ પ૦૦ રાશન કીટ તૈયાર કરાવવામાં આવેલ જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સેવા ભાવથી એન.જી.ઓ. સાથે સંકલન કરી રાશનકીટ વીતરણ માટે સહયોગ મેળવી ગરીબ વર્ગને દશ દિવસ જેટલો સમય ચાલે તેટલી ૫૦૦ રાશન કીટ બનાવી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ અર્થે મોકલી આપવામા આવેલ છે.   

B B K NEWS

OWNER & EDITOR 

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.