ગરૂડેશ્વર તાલુકાનાં બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ

ગરૂડેશ્વર તાલુકાનાં બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ

 ગરૂડેશ્વર તાલુકાનાં બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ.
લગ્ન કરવાની લાલચ આપી, પટાવી, ફોસલાવીને અપહરણ કરતાં પોલીસ ફરિયાદ.
 રાજપીપળા: ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ કરાયું છે. લગ્ન કરવાની લાલચ આપી, પટાવી, ફોસલાવીને અપહરણ કરતાંં આરોપી સામે ગરૂડેશ્વર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકાના બખરલા ગામે થી 15 વર્ષની સગીર કન્યાને ભગાડી લઇ જઇ ગુણો કરતાં ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ માતાએ આરોપી દિલીપભાઈ વિનોદભાઈ ભીલ (રહે,બખ્ખર ગામ) સામે ફરિયાદ કરી છે.
 ફરિયાદની વિગત મુજબ બખ્ખર ગામે તા.29/ 4 /21ના રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે ફરિયાદીના ઘરે થી સગીર વયની દીકરી આરોપી દિલીપભાઈ વિનોદભાઈ ભીલ (રહે,બખ્ખર ગામ) કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવીને અપહરણ કરી નાસી જતાં તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.