રાજપીપલાના સેવાભાવિ પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60મો જન્મ દિવસ "સેવા દિવસ" તરીકે ઉજવ્યો

રાજપીપલાના સેવાભાવિ પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60મો જન્મ દિવસ "સેવા દિવસ" તરીકે ઉજવ્યો

રાજપીપલાના સેવાભાવિ પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60મો જન્મ દિવસ "સેવા દિવસ" તરીકે ઉજવ્યો


રાજપીપલા: રાજપીપલાના સેવાભાવિ પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60મો જન્મ દિવસ "સેવા દિવસ" તરીકે ઉજવ્યો હતો. આજે જયારે કોરોનાની મહામારીમા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઘણા લોકો માનવતાના જરૂરિયાત મંદોને વિવિધ પ્રકાર સેવા મદદ પહોંચાડી રહ્યા છે  જેમાં રાજપીપલામા બર્ક ફાઉન્ડેશન દ્વારા કોરોના પોઝીટીવ હોમ કોરન્ટાઇન 125થી વધુ દર્દીઓને રોજ સવાર સાંજ વિના મુલ્યે ટિફિન સેવા દ્વારાભોજન પૂરું પાડી રહ્યા છે ત્યારે આ સેવાના યજ્ઞમા રાજપીપલાના જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપ નો આજે જન્મ દિવસ હોઈ તેમણે પોતાનો જન્મ દિવસ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમણે જ્યોર્જ બર્ક અને મારિયાબેન બર્કને આજે ઘરે બોલાવી ભોજન સામગ્રીનીકીટ આપી હતી જેમાં 25કિલો ઘઉનો લોટ,25કિલો ચોખા,5કિલો તુવેરની દાળ, સીંગતેલ,10કિલો રીંગણાં,10કિલો બટાકા, ગ્લુકોઝના બિસ્કિટ, સૅનેટાઇઝર બોટલ, અને માસ્ક કોરોના કોમ કોરન્ટાઇન પરિવાર માટે સુપ્રત કર્યા હતા. એટલું જ નહીં રાજપીપલામા સ્મશાનમા અગ્નિસંસ્કારની સેવાની પ્રવૃત્તિ કરતા વૈષ્ણવ વણિક સમાજને રૂપિયા પાંચ હજાર (5000/-)નો ચેક દાનમાં આપ્યો હતો.

 દીપક જગતાપના જણાવ્યા અનુસાર ખાસ અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે અન્ય લોકો પણ કોરોના કાળમાં યથાશક્તિ મદદ કરે એ આજની તાતી જરૂરિયાત હોવાનું જણાવી પોતાનો 60મો જન્મ દિવસ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો.

તસવીર-રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપલા

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.