નર્મદા જિલ્લામાં આજેપણ RTPCR ટેસ્ટમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા, બે દિવસમાં 26 કેસ

 નર્મદા જિલ્લામાં આજેપણ  RTPCR  ટેસ્ટમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા, બે દિવસમાં 26 કેસ

 નર્મદા જિલ્લામાં આજેપણ  RTPCR  ટેસ્ટમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા

બે દિવસ મા 26 કેસ

જિલ્લામા આજદિન સુધી RTPCR  ટેસ્ટમાં ૯૮૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૯૬ અને ટ્રુ નેટ (True nat)  ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૯૫૧ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપળા: COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૯૮૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૯૬ અને ટ્રુ નેટ (True nat)  ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૯૫૧ નોંધાવા પામી છે. 

   રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૦૦૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૧૯૧૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૧૭ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૯ દરદીઓ અને સુરત ખાતે ૦૨ (બે), વડોદરા ખાતે ૦૧ દરદી સહિત કુલ-૨૯ દરદીઓ સારવાર હેઠળ છે.

   આજે RTPCR ટેસ્ટમાં ૩૭, ટ્રુ નેટ (True nat)  ટેસ્ટમાં ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૮૨ સહિત કુલ-૫૨૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. 

   પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૭ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૬૮૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૯ દરદીઓ, તાવના ૧૭ દરદીઓ, ઝાડાના ૨૩ દરદીઓ સહિત કુલ-૫૯ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૦૮૬૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૩,૯૩૪ લોકોને વિતરણ કરાઇ છે.                                    

તસવીર રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,રાજપીપળા

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.