ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી એ કરેલાં તેમનાં ટ્વીટ અંગે તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં કમજોર સાબિત થયા છે તે દુઃખની બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એટલા નબળા / કમજોર થઈ ગયા કે જય શાહને ધન્યવાદ આપવા પડે છે કે દર્શકોને સ્ટેડીયમમાં જવા પર રોક લગાવવા માટે ? આપ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છો, આપનું કર્તવ્ય છે સ્થિતિનું આકલન કરી એમને આદેશ આપવાનો એમનો આદેશ લેવાનો નહિ. ભાજપ સરકારે લોકતંત્રની સ્થિતિ કેવી બનાવી દીધી છે ? રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ફરજ શું છે ? રાજ્યના મુખ્યમંત્રીશ્રીની જવાબદારી શું છે ? તમે રાજ્યના વડા છો, તમારે તો હુકમ આપવાનો હોય કે મારા રાજ્યની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી સ્ટેડીયમમાં લોકોને ભેગા નહિ કરવા દઉ.
કોરોનાની આવી સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી જ રહી હતી. આ અગાઉ પણ કોરોના નાં રોજીંદા કેસ નોંધાતા હતા કે લોકો ભયનાં માહોલમાં હતાં. જોકે તે સમયે ચૂંટણી હતી, સ્ટેડીયમમાં કાર્યક્રમો હતાં, કદાચ તે કારણે સરકારી તંત્ર આ દિશામાં વિચારવાનું ચુકી ગઈ તો નહીં હોય ને ? છતાં સરકારને હવે કોરોના દેખાયો છે, જેને કારણે કડક પગલાઓ લેવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સરકારે કોરોનાનું ઠીકરું જાહેર જનતા પર ફોડ્યું છે. રાજ્યમાં ફરી કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે તેવું હવે સરકારનું કહેવું છે. સુરત એ કોરોનાનું હોટસ્પોટ મહાનગર બન્યું છે. તેમજ કોરોના નાં કેસમાં અમદાવાદ બીજા ક્રમે છે. ત્યારે, કોરોના જેવી મહામારીમાં મુખ્યમંત્રીશ્રી બંધારણીય જવાબદારી નિભાવે અને તે અંગે પગલા ભરે, નહિ કે આભાર પ્રદર્શિત કરતાં ટ્વીટ કરે.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️












Comments
Post a Comment