પામ્યાં વગર નો પ્રેમ...

પામ્યાં વગર નો પ્રેમ...

                       પામ્યાં વગર નો પ્રેમ...

  આદિ અનાદિકાળથી અનેક પ્રેમકથાની પટકથાઓ લખાણી છે અને ભારતીય ઈતિહાસમાં અનેક એવી વિશુદ્ધ પ્રેમકથાઓ સર્જાણી છે કે એનાં વિશે જાણતાં આપણે પણ રોમાંચિત થઈ જાય છે... આપણા સાહિત્યમાં અનેક લેખકો અને કવિઓ પણ  પ્રેમ વિશે ઘણું લખ્યું છે અને ભવિષ્યમાં પણ લખાતું રહેશે...  પ્રેમ શબ્દ કાને પડતાં રાધા કૃષ્ણ ની પ્રેમકથા , શિવ પાર્વતી ની પ્રેમકથા આવી અનેક કથાઓ આપણી નજર સામે આવે... જેમાં પવિત્રતા , નિઃસ્વાર્થપણું , એકબીજા ની ચિંતા , વાસના થી પર એક મર્યાદા હતી... જ્યાં એકબીજા ને પામવા ની ઈચ્છા ની જગ્યાએ એકબીજા માટે જીવવાની ભાવના હતી , એકના દુઃખે બીજું દુઃખી થતું , એકની ખુશી થી બીજાને ખુશી થતી...

Advertisements

  વર્તમાન સમયમાં આવાં નિઃસ્વાર્થ પામ્યા વગર નાં પ્રેમ ની કલ્પના કરવી એટલે દુર દુર સુધી ઝાંઝવાના પાણી જેવું , જ્યાં મૃગ તરસ છીપાવવા સતત દોડ્યા કરે છે... કારણ કે આજે પશ્ચિમી સંસ્કૃતિ ને અનુસરી યુવાપેઢીની દષ્ટિએ પ્રેમ એટલે સાથે ફરવું, સારી હોટેલમાં જમવું, ફિલ્મો જોવી અને છેલ્લે વાસના સુધી સિમિત થવું... ખરેખર આ પ્રેમ નથી માત્ર એક આકર્ષણ જ છે... આ બધાં પાછળ માત્ર દેખાદેખી, નરવો આડંબર અને સોશ્યલ મીડિયામાં દર્શાવવામાં આવતાં કન્ટેન્ટનું આંધળું અનુકરણ જવાબદાર છે... જેનું અંતે પરિણામ એવું હોય છે જેની કલ્પના પણ નથી કરી શકાતી... સંબંધો પુર્ણ થવાની સાથે ઘણી જીંદગીઓ પણ હોમાઈ જતી હોય છે...

Advertisements

   જ્યારે પામ્યા વગર નાં નિઃસ્વાર્થભાવે થતાં પ્રેમમાં કંઈ પામવાની અપેક્ષા ઓછું પણ એકબીજા માટે જીવવાની અપેક્ષા વધુ હોય છે... જ્યાં ઉત્તેજનાની જગ્યાએ સભાનતા વધુ હોય છે, એક પરિપક્વ વિચારધારા હોય છે અને એમાં એકબીજા ને નડતરરૂપ થવાની જગ્યાએ એકબીજા ને જીવનમાં આગળ વધવા સાથ અપાતો હોય છે... જ્યાં એકબીજા ના ચરિત્ર ને લાંછન લાગે એવું વર્તન કરવાની જગ્યાએ એકબીજા નું માન મર્યાદા જળવાઈ રહે એ રીતે એકબીજા માટે પોતાના માં લાગણીઓ ધબકતી રાખે છે... પામ્યા વગર ના પ્રેમ માં ભૌતિક સુખ ની અપેક્ષા ની જગ્યાએ એકબીજા ના દુઃખના ભાગીદાર બનવાની લાગણી હોય છે , એકબીજા માટે સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે , એકબીજા ની દુઃખદ પરિસ્થિતિમાં એકબીજાની હિમ્મત બનતા હોય છે  અને છેલ્લે એકના જીવનમાં ખુશીઓ આવે તો બીજું પણ ખુશ થતું હોય છે અને નિઃસ્વાર્થ પણે અંતરાત્માથી બન્ને એકબીજા માટે હંમેશા ખુશ રહે , દરેક સારી બાબતોમાં ખુબ પ્રગતિ કરે એવી જ પ્રાર્થના કરતાં હોય છે...

   આ લેખ એ દરેક પ્રેમકથાઓ ને સમર્પિત છે કે જે એકબીજા ને પામ્યા વગર પણ એકબીજા માટે જીવે છે...     

મારા અંગત જીવનની ડાયરી નાં વિચારો અંતગર્ત એક નવો લેખ :

લેખક :  ગૌતમ દવે

રિપોર્ટ: અમિત પટેલ

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.