જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બાળઉછેર અને પારિવારિક સમસ્યાઓ તથા બાળકોમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ માટે જરૂરી પગલા માટે વ્યાખ્યાન યોજાયું
જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બાળઉછેર અને પારિવારિક સમસ્યાઓ તથા બાળકોમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ માટે જરૂરી પગલા માટે વ્યાખ્યાન યોજાયું
ભરૂચ: જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રોટરી કલબ ઓફ ભરૂચનાં સહયોગથી સંસ્થાનમાં અભ્યાસ કરતી તાલીમાર્થી બહેનોને ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને બાળ આરોગ્ય, બાળ ઉછેર અને બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સમજવા અને તેમને થતાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સમજ કેળવવા માટે ભરૂચનાં જાણીતા આર્થોપેડીક સર્જન અને વેલ્ફર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચનાં ચીફ સુપ્રિન્ટેન્ડ ડો. સુકેતુ દવેનાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું.
ડો.સુકેતુ દવે દ્વારા બહેનોનાં જુદા જુદા બાળકોમાં ઉદ્દભવતા પ્રશ્નો વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી અને બાળકોમાં હિંસા અને બળનો ઉપયોગ કર્યા વગર કઈ રીતે તેમને સમજાવવા તે વિશે પણ વિવિધ ટેક્નીકોથી બહેનોને વાકેફ કરી હતી. રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા આયોજીત રેડ રેવેલ્યુશન રેલી તથા સેમીનારનાં કાર્યક્રમમાં ભાગ લીધેલ બહેનોને પ્રમાણપત્રો તેમજ રેવેલ્યુશનરી કપ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ ભરૂચનાં પ્રમુખ શ્રી તલકીનભાઇ જમીનદાર તથા જનરલ સેક્રેટરી રીવાનાબેન જમીનદાર તથા અન્ય સભ્યો જોડાયા હતા. જયારે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી નિયામકશ્રી ઝયનુલ સૈયદ, પ્રોગામ ઓક્સિર સાહીનાબેન શેખ, ફિલ્ડ કો.ઓર્ડિનેટર શિતલબેન ભરૂચા તથા ટીચીંગ સ્ટાફનાં ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન કઠોલીયા અને છાયાબેન પાટીલે સેવાઓ આપી હતી.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




















Comments
Post a Comment