જન શિક્ષણ સંસ્થાન ભરૂચની નવા નિમાયેલા સભ્યો સાથેની બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી
જન શિક્ષણ સંસ્થાન ભરૂચની નવા નિમાયેલા સભ્યો સાથેની બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી
જન શિક્ષણ સંસ્થાન ભરૂચની નવા નિમાયેલા સભ્યો સાથેની બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી
ભરૂચ: બી.ડી.એમ.એ. સેવન એકસ બીઝનેશ હબ ખાતે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની નવા નિમાએલ સભ્યોની પ્રથમ અને સળંગ ૨૯ મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સંસ્થાનનાં અધ્યક્ષશ્રી એડવોકેટ ફિરદોશબેન મન્સુરીએ સૌ નવા નિમાયેલ સભ્યોનું સ્વાગત કર્યું હતુ અને ભારત સરકારશ્રીની સ્કીલ ડેવલોપમેન્ટ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા ચાલતી આ યોજનામાં સામાન્ય તથા SC / ST અને અન્ય પછાત વર્ગોનાં યુવક યુવતીઓને NSQF ગાઇડલાઇન્સ મુજબની સ્કીલ તાલીમ પૂરી પાડી માનનીય વડાપ્રધાનશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા જેએસએસ દ્વારા થતી કામગીરીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સરકારશ્રી તરફથી નવ નિયુક્ત સભ્યોમાં કલેકટરશ્રી ભરૂચનાં પ્રતિનિધિ તરીકે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની નિમણૂંક થયેલ છે જયારે રાજય સ્કીલ ડેવલપમેન્ટ મિશનનાં પ્રતિનિધિ તરીકે અંકલેશ્વર આઇ.ટી.આઇનાં પ્રિન્સીપાલ અને જિલ્લા સ્કીલ ડેવલપમેન્ટ ઓફિસરની નિમણૂંક થયેલ છે. અન્ય સભ્યોમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરૂચ, જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ, મેનેજરશ્રી લીડ બેન્ડ - બેન્ક ઓફ બરોડા ભરૂચ, પ્રિન્સીપાલશ્રી કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચને નિયુકત કરવામાં આવેલ છે. જયારે બિન સરકારી સભ્ય તરીકે શ્રીમતિ ઇન્દિરાબેન રાજ, શ્રીમતિ રશિમબેન જોષી, શ્રી કિરણભાઇ મજમુદાર, શ્રી ઝુલ્ફીકારઅલી સૈયદ, શ્રીમતિ પ્રિતીબેન દાણી, કુમારી રાફિયાખાનમ મિરઝાં આચાર્યશ્રી વીસીટી ગર્લ્સ હાઇસ્કૂલ તેમજ રિટાયર્ડ શિક્ષણ નિરીક્ષકશ્રી કરશનભાઇ કે. રોહિતની એસ.સી / એસ.ટી પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.
Advertisements
નિયામક અને સભ્ય સચિવશ્રી ઝયનુલ સૈયદે ચાલુ નાણાંકીય વર્ષમાં થયેલ કામગીરીનો અહેવાલ તેમજ કોવિડ-૧૯ અંગ કરેલ સ્પેશિયલ કામગીરીની વિગતો હાજર સભ્યો સમક્ષ મૂકી હતી. જે માટે સભ્યો દ્વારા હર્ષ અને આનંદની લાગણી વ્યકત કરી હતી. ત્યારબાદ આગામી નાણાંકીય વર્ષ માટેનું એકશન પ્લાન રજુ કરવામાં આવ્યુ હતુ જેમાં કુલ -૧૨ અભ્યાસક્રમો શરૂ કરી ૧૮૦૦ તાલીમાર્થીઓનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો હતો. અન્ય વહિવટી કામગીરીની વિગતો સભ્યશ્રીઓએ મેળવી બહાલ કરી હતી. અંતે નિયામક અને સભ્ય સચિવશ્રી ઝયનુલ આબેદીન સૈયદે સૌનો આભાર માની તેમનાં આગામી ત્રણ વર્ષના કાર્યકાળ દરમ્યાન પુરતાં સૂચનો , સાથ અને સહકાર મળી રહેશે તેવી અભ્યર્થના વ્યકત કરી મિટીંગનું સમાપન કર્યુ હતું.




















Comments
Post a Comment