ઘરફોડ - ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ

ઘરફોડ - ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ
ભરૂચ: વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર કે.ડી.મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ. એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો રવિન્દ્રભાઇ નુરજીભાઇનાઓને મળેલ બાતમી આધારે ભરૂચ સી.ડીવિઝન પો.સ્ટે તડીપાર નંબર ૦૧/૨૦૧૮ ના કામના આરોપી સતવંતસીંગ ઉર્ફે સંતુ ગુરૂદાસસીંગ ટાંક સીખલીગર ઉ.વ ૨૬ રહે.કસક ફુવારા નવજીવન સ્કુલ પાછળ ભરૂચનાઓને ભરૂચ , નર્મદા , સુરત , વડોદરા જીલ્લામાંથી તારીખ ૨૪/૧૧/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો.

  જે ઇસમ એ.એસ.ડી.એમ સાહેબ ભરૂચના તડીપાર હુકમનો ભંગ કરી વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તા .૧૩ / ૦૩ / ૨૦૨૧ ના ક .૦૦ / ૪૦ વાગે ન્યુ કસકમાંથી હસ્તગત કરી G.P.ACT ૧૪૨ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર “ સી ” પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે . કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી પો.સ.ઇ. એમ.આર.શકોરીયા હે.કો રવિન્દ્રભાઇ નરજીભાઇ એ.એસ.આઇ દર્શકભાઇ ઘનશ્યામભાઇ પો.કો. વિનોદભાઇ રણછોડભાઇ પો.સ.ઇ. એન.જે.ટાપરીયા હે.કો.વરસનભાઇ શંકરભાઇ હે.કો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ ડ્રા.હે.કો ક્રિપાલસિંહ ગણપતસિંહ

BBKNEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.