નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે “ આઝાદીકા અમૃત મહોત્સવની ” ઉજવણી – યુવા સંવાદ યોજાયો

નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે “ આઝાદીકા અમૃત મહોત્સવની ” ઉજવણી – યુવા સંવાદ યોજાયો 

 ભરૂચ: તા. ૧૨/૦૩/૨૦૨૧ ભારત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત ઉપરોકત બંન્નેવ સંસ્થાનનોનાં સંયુક્ત ઉપક્રમે “ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન ઇદારા શૈક્ષણિક સંકુલનાં મધ્યસ્થ ખંડમાં આજરોજ કરવામાં આવ્યું. 
Advertisements

 કોવીડ -૧૯ ની ભારત સરકારની ગાઇડ લાઇનને અનુસરીને યોજેલ આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા શ્રીમતિ ઇન્દિરાબેન રાજે ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે અંગ્રેજ સરકાર સામે સાત માણસો સાથે કાઢેલી દાંડી યાત્રા ધીરે ધીરે ૮૦ જેટલા વ્યકિતઓ જોડાઇને સફળતા અપાવી સરકારે મીઠા ઉપર લાદેલ ૨૪ % ટેક્ષના કાયદાને રદ કર્યો તેમણે કોઇપણ સાહસિકતાના સારા કામ માટે અહિંસક આંદોલન કરવામાં એકલાએ પણ પાછી પાની કરવી નહિં તેવો સંદેશ આપ્યો તેમણે આજે જન શિક્ષણ સંસ્થાનની પણ સરાહના કરી એક નાનકડા બીજ માંથી વટવૃક્ષ ઉભું કરનાર સંસ્થાનનાંથી સૈયદ સાહેબને અભિનંદનથી નવાજ્યા. 

Advertisements

 કાર્યક્રમની શરૂઆતમાં આઝાદીના લડવૈયા એવા મહાત્માગાંધી , સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝની યાદ તાજી કરાવી તેમનાં યોગદાનનું જતન કરાવ્યું . નવી પેઢીને જાણકારી મળે તેમનાં હકકો અને મૂલ્યોનું જતન થાય અને હેતુ પાર પડે તેવી શુભેચ્છાઓ નિયામકશ્રી જ્યનુલ સૈયદ સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં વણી લીધી. નહેરૂ યુવા કેન્દ્રનાં યુવા અધિકારી સુબ્રતો ઘોષએ તમામ યુવા વર્ગને આ કાર્યક્રમમાં સામેલ થઇ આગામી યોજાનાર , રેલી , ચર્ચાસભા , હરિફાઇમાં ભાગ લેવાની અને ગામેગામ યુવા જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવાની હાકલ પણ કરી . નગર સેવક શ્રીમતિ અંજનાબેન ઝાલાએ આઝાદીના લડવૈયાઓએ આપેલ બલિદાનથી આપણાં સૌને મળેલ આઝાદી થકી તેની યાદમાં આ યોજેલ અમૃત મહોત્સવને સાર્થક કરવા સૌ આગળ આવે તેવી વિનંતી કરી. જે.એસ.એસનાં રિસોર્સ પર્સન ક્રિષ્ણબેન કઠોલીયાએ અંગ્રેજોની જો હુકમી સામે નિઃશસ્ત્ર અહિંસક આંદોલન થકી દેશને આઝાદી અપાવનાર તમામ મહાનુભાવાપની યાદ તાજી કરાવી યુવા વર્ગને તેનું જતન અને ચિંતન કરવા સુચવ્યું . આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાન ભરૂચના અધ્યક્ષ શ્રી ફિરદોશબેન મન્સુરીએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચનાં શ્રી દિવ્યજીત સિંહ ઝાલાએ ચર્ચા સભાનું આયોજન કરી સ્વચ્છતા અને ગંદકી બાબતે ગ્રામ્ય શહેરી વિસ્તારની સ્થિતિ ઉપર ચર્ચા કરી નિરાકરણની વિગતો રજુ કરી અંતે તેમણે એક યુવા રેલીનું આયોજન કરી રેલી યોજી અને સૌ હાજર જનોનો આભાર વ્યકત કરી કાર્યક્રમની સમાપ્તી કરી.

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.