નર્મદા જિલ્લાનો અજીબોગરીબ કિસ્સો
નર્મદા જિલ્લાનો અજીબોગરીબ કિસ્સો
ગરુડેશ્વર તાલુકાનાં અંતરિયાળ વિસ્તાર બારાખડી ગામની સગર્ભા મહિલા ડિલિવરીનો સમય નજીક હોવાં છતાં અડધો કિલોમીટર પગે ચાલીને મતદાન મથકે પહોંચીને કર્યું મતદાન
નર્મદા જિલ્લાનો અજીબોગરીબ કિસ્સો
રાજપીપળા: નર્મદા જિલ્લામાંજિલા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. તેમાં એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો હતો. ગરુડેશ્વર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં બારખાડી ગામની સગર્ભા મહિલા ગીતા બેન દિનેશ ભાઈ વસાવા પોતે સગર્ભા હતી અને ડીલિવરીનો સમય નજીક હોવાં છતાં, તેની પરવા કર્યાં વગર વાહનની વ્યવસ્થા ન હોવાથી મતદાનની પવિત્ર ફરજ સમજીને અડધો કિલોમીટર પગે ચાલીને મતદાન મથકે સ્કૂલ પર પહોંચી હતી. ત્યાં જઈને તેણે મતદાન કર્યું હતું.
મતદાન કર્યા પછી તેને દુખાવો ઉપડતાં 108ને બોલાવી હતી. 108 ત્યાં પહોચી જતાં આરોગ્ય કર્મીઓએ તેની પ્રાથમિક સારવાર કરાવી તેને ગરૂડેશ્વર દવાખાને પહોંચાડી હતી. હાલ તેની તબિયત સારી હોવાનું કહેવાય છે, તેના ચહેરા પર મતદાન કાર્યનો સંતોષ અને ખુશી વર્તાતી હતી.
આવી કપરી પરિસ્થિતિમાં પણ પવિત્ર ફરજ બજાવનાર સગર્ભા મહિલાને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.
તસવીર - રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

















Comments
Post a Comment