બનાસકાંઠામાં વીજ જોડાણ માટે લાંચ માંગનાર GEB કર્મચારી લાંચ લેતાં ACB નાં હાથે ઝડપાયાં
🔷બનાસકાંઠામાં વીજ જોડાણ માટે લાંચ માંગનાર GEB કર્મચારી લાંચ લેતાં ACB નાં હાથે ઝડપાયાં
પાલનપુર: બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર મોટાભાગની સરકારી કચેરીઓમાં ઘર કરી જતાં વારંવાર અનેક કર્મચારી/અધિકારીઓ ACBનાં સકંજામાં ઝડપાઈ રહ્યાં છે. જયારે તા.૦૨/૦૨/૨૦૨૧નાં રોજ જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.માં ફરિયાદ કરતા એક UGVCL નાં કર્મચારી ૫૦૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાઈ ગયાં.
Acb ને હકીકત મળેલ કે જિલ્લાનાં વિભિન્ન સ્થળોએ યુજીવીસીએલ દ્વારા કપાયેલા વિજ કનેકશન ને પુન:જીવીત કરવાં માટે કાયદેસરનાં નાણાં ઉપરાંત પોતાના અંગત લાભ માટે સ્થળ પર નાણાં લાંચ પેટે લેવામાં આવે છે.
જેથી આ કામે પાલનપુર એસીબી દ્વારા એક જાગૃત નાગરિકનો ડીકોયર તરીકે સહકાર મળેલ અને તેઓનાં કપાયેલા વીજજોડાણ ને પુનઃ જીવીત કરવાં માટે તમામ કાયદેસરનાં નાણાં પૈકી કોઈ જ ભરવાપાત્ર બાકી ન હોવા છતાં વિજજોડાણ પુન:જીવીત કરવાં સમયે ઉપર જણાવેલ હેલ્પરનાઓએ સ્થળ પર ૱ ૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.
આરોપી :- અમરતભાઈ બી પ્રજાપતિ , ઉંમર ૪૩
હેલ્પર , વર્ગ ૩ , જલોતરા સબ સ્ટેશન , યુજીવીસીએલ , પાલનપુર.
રિપોર્ટ:- પારસ મોદી, બનાસકાંઠા, ગુજરાત
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment