નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ,આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ-૮૫ જેટલાં અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ

નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ-૮૫  જેટલાં અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ
 નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ,આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ-૮૫  જેટલાં અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ

Advertisements 


 રાજપીપળા: નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ / આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર/કર્મચારીઓ સહિત કુલ-૮૫ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે  કરાયેલ તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે ગઇકાલે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.

  રાજપીપળા નગરપાલિકાના ચૂંટણી અધિકારીશ્રી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉક્ત તાલીમવર્ગમાં EVM રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM અંગે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.


       ઉક્ત તાલીમમાં મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીનને સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને  વહિવટી કાર્યસૂચીનું જરૂરી માર્ગદર્શન પણ  પુરૂ પડાયું હતું. 


     ઉક્ત તાલીમમાં  મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવીએ પણ ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડાયું હતું.


તસવીર-રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,રાજપીપળા.

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.