નર્મદાનાં ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલનાં વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટર સાયકલને અડાડી અકસ્માત કરતાં મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત.

નર્મદાનાં ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલનાં વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટર સાયકલને અડાડી અકસ્માત કરતાં મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત

🔷નર્મદાનાં ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલનાં વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટર સાયકલને અડાડી અકસ્માત કરતાં મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત.

🔷મહિલાનાં માથા ઉપર ટ્રકનું ટાયર ચડાવી દેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

Advertisements

રાજપીપળા: નર્મદાનાં ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલના વળાંક પાસે રોડ ઉપર ટ્રક ચાલકે મોટર સયકલને અડાડી અકસ્માત કરતાં પાછળ બેસનાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. મહિલા નીચે પડી જતાં મહિલાનાં માથા ઉપર ટ્રકનું ટાયર ચડાવી દેતાં મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું. આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી જયેશભાઈ રતનભાઇ વસાવા (રહે,ગાજરગોટા,ભગત ફળિયા ) એ ફૈસલ વાહેદ ખાન (રહે,કમાન મહોલ્લા ખુલ્તાબાદ, ઔરંગાબાદ,  મહારાષ્ટ્ર) સામે ફરિયાદ કરી છે.

 ફરિયાદની વિગત મુજબ આરોપી ફૈસલે પોતાના કબજાની ટ્રક નંબર એમએમ 20 ઈએલ 4218ની પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દેડીયાપાડા મુવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ઘંટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલનાં વળાંક પાસે રોડ ઉપર ફરિયાદીની મોટરસાયકલ નંબર જીજે 22 એમ 6760 ને પાછળથી ટક્કર મારી અકસ્માત કરેલ છે. જેમાં મોટરસાયકલ પર બેસેલ તેઓની પત્ની રેખાબેન જયેશભાઈ વસાવાનાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ નીચે પડી જતાં રેખાબેન નાં માથા પર ટ્રકનું ટાયર ચડાવી દેતાં રેખાબેન નું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.