રાજપીપળાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કોવિડ હોસ્પિટલને ફાળવી દેતા પરત હવે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલને ફાળવવાની માંગ.

રાજપીપળાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કોવિડ હોસ્પિટલને ફાળવી દેતા પરત હવે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલને ફાળવવાની માંગ.

🔷રાજપીપળાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કોવિડ હોસ્પિટલને ફાળવી દેતા પરત હવે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલને ફાળવવાની માંગ.

🔷માર્ચ 20 થી આ બિલ્ડિંગ સરકારે કોવિડ હોસ્પિટલ ને કોરોના ની સારવાર માટે ફાળવી દીધી છે.

🔷જ્યારે આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હાલ પાછળનાં કોલેજમાં ચાલે છે.

🔷તેથી અહીં કોવિડ હોસ્પિટલ આવેલ હોવાથી દર્દીઓ અંદર પ્રવેશતા ગભરાઈ છે. તેથી આયુર્વેદ હોસ્પિટલમાં આવતાં ડરે છે.

🔷રાજપીપળામાં કાર્યરત હોવાથી છતાં કોવિડ હોસ્પિટલની મૂળ બિલ્ડીંગ ફાળવવાની.

Advertisements

રાજપીપળા: રાજપીપળા ખાતે વડીયા પેલેસ રોડ પર કરોડોનાં ખર્ચે નવી અદ્યતન સુવિધા સાથે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી જે બિલ્ડીંગ કોવિડ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ છે પણ શરુઆતથીજ માર્ચ 20 થી કોરોનાની મહામારી શરૂ થતાં આ બિલ્ડિંગ કોવિડ 19 ની કોરોના સારવાર માટે સરકારે ફાળવી દીધી છે. ત્યારથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાછળનાં કોલેજ બિલ્ડિંગમાં ચાલે છે. હવે આર્યુવેદિક વિભાગ પોતાની બિલ્ડીંગ આયુર્વેદિક હોસ્પિટલ માટે ફાળવવાની માંગ કરી છે. આ અંગે કલેકટરની મીટીંગમાં પણ રજૂઆત કરવામાં આવી છે.

 કરોડોના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં અને અદ્યતન સુવિધાઓ હોવા છતાં અહીં કોવીડ હોસ્પિટલ  આવેલ હોવાથી દર્દીઓ અંદર પ્રવેશતા ગભરાય છે, તેથી આયુર્વેદ હોસ્પિટલમાં આવતા ડરે છે.

 આ અંગે ડો.પિયુષ શાહે જણાવ્યું છે કે નિયામક કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડીયા પેલેસ, રાજપીપળા ખાતે કાર્યરત છે. જેમાં નિષ્ણાંત વૈદો ધ્વારા રોગોના નિદાન અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. એમાં હૃદયરોગ, ઉચ્ચ રક્તપાત,ડાયાબિટીસ, થાઇરોઇડ, નબળાઇ, શ્વાસ ચડવો,લોહીની ઉણપ,શરીરમાં દુખાવો થવો,લકવો,મગજ તથા જ્ઞાનતંતુના રોગોની સારવાર. સાંધાના રોગો ( સંધિવા, આમવાત,ગઠિયો વગેરે ), ત્વચા નાં રોગો 

( સોરીયાસીસ,દાદર,ખરજવુ,સફેદ ડાઘ,ખીલ વગેરે ), પાચનતંત્રના રોગો (અપચો,એસિડિટી, કબજિયાત,ગેસ), મળમાર્ગ ના રોગો( હરસ, મસા, ભગંદર વગેરે ), શ્વસનતંત્રના રોગ (દમ,ઉધરસ, જૂનીશરદી ), આંખ, કાન,નાક,ગળાના રોગો વગેરે, સ્ત્રીઓના રોગો, ( વંધ્યત્વ,માસિક સબંધી રોગો, સુવાવડ પછીની સારવાર), આયુર્વેદ પદ્ધતિથી સૌંદર્યવર્ધક સારવાર,બાળકોના રોગો ( સસની, વધરાવળ,કુપોષણ, જન્મજાતના રોગ જેવાકે થેલેસીમિયા,સિલકસેલ,એનિમિયા વગેરે)ની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર પુષ્પ નક્ષત્રમા સુવર્ણ પ્રાશન (બાળકમાં સ્મૃતિ,બળબુદ્ધિ વર્ધક ), પંચકર્મ સારવાર : અભ્યમ (માલિશ કરવી), સ્વેદન (વરાળ, સેક આપવો), વનમ ( ઔષધ પાન  કરાવી,ઊલટી કરાવવી)વિરેચન ઔષધ આપી કોષ્ઠ સાફ કરવો ), બિસ્ત (ગુંદા માર્ગ દ્વારા તેલ ઉકાળોનો એનિમા આપવો), રક્તમોક્ષણ (જળ, અલાબુ, સિરાવેધ દ્વારા લોહીનો બગાડ દૂર કરવું), નસ્ય (નાક દ્વારા તેલ અથવા ઘી આપવું ), અગ્નિકર્મ સારવાર( વિવિધ સાંધાના દુખાવામાં), સ્વાસ્થ્યવર્ધક અમૃત પીએ ઉકાળાનું વિતરણ તેમજ વ્યસનમુક્ત કરવામાં આવે  છે. લુકોમીટરથી બ્લડ ગ્લુકોઝ લોહીમાં સાકરની તપાસનો ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવે છે.અત્રેની હોસ્પિટલમાં ઉપરના તમામ રોગો માટે હોમીયોપેથી સારવાર પણ નિશુલ્ક ઉપલબ્ધ છે. ત્યારે જનતાએ નો વિનામૂલ્યે લાભ લે એવી અપીલ પણ કરવામાં આવી છે.

 રિપોર્ટ :  જ્યોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.