સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશી રજવાડાંઓના યોગદાનને દર્શાવતાં સંગ્રહાલય બનશે, રાજવી પરિવારનાં સાત સભ્યોની સમિતિની રચના કરાઈ, રાજપીપળાનાં સ્થાનિક રાજવી પરિવારની સમિતિમાંથી બાદબાકી થતાં આશ્ચર્ય!
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશી રજવાડાંઓના યોગદાનને દર્શાવતાં સંગ્રહાલય બનશે.
રાજવી પરિવારનાં સાત સભ્યોની સમિતિની રચના કરાઈ
આ સંગ્રહાલય વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય તૈયાર થશે.
રાજપીપળાનાં સ્થાનિક રાજવી પરિવારની સમિતિમાંથી બાદબાકી થતાં આશ્ચર્ય!
રાજપીપળા: ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાજેતરમાં એક નવો ઠરાવ પસાર કરીને નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશીરજવાડાઓના યોગદાનને દર્શાવતાં સંગ્રહાલય તૈયાર કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. આ સંગ્રહાલય વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય તૈયાર થશે. દેશી રજવાડાઓ દ્વારા ભારતનાં સાંસ્કૃતિક વારસા અને વિરાસતને સાચવવાં અને પેઢી દર પેઢી આ વારસાને આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે. જેને આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે.
આ બાબતોને ધ્યાને રાખી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટિ નાં પ્રાંગણમાં તેમની પ્રતીભાને શોભાવે તેવું ઉત્તમ કક્ષાનું સંગ્રહાલય તૈયાર કરવાનું આયોજન છે.
મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં તારીખ:૨૨/૦૧/૨૦૨૧નાં રોજ યોજાયેલ બેઠકમાં આ સંગ્રહાલય નાં હેતુને યોગ્ય ન્યાય મળી રહે તે માટે પહેલા જરૂરી તમામ પક્ષકારોને સમાવતી એક સમિતીની રચના કરવામાં આવે તેમ સૂચન કરવામાં આવ્યુ હતું. જે મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ૫૬૨ દેશી રજવાડાંઓના યોગદાનને દર્શાવતા સંગ્રહાલય તૈયાર કરવા અંગેની સાત રાજવી પરિવારનાં સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં એસ. એસ. રાઠોર (પુર્વ અધિક મુખ્ય સચિવ અને પુર્વ રાજપરિવાર સદસ્ય, વલાસના, તેમજ માંધાતા સિંહ પુર્વ રાજપરિવાર સદસ્ય, રાજકોટ, તેમજ રઘુવીરસિંહ પુર્વ રાજપરિવાર સદસ્ય, સીરોહી, તથા શ્રીમતી દિયા કુમારી પુર્વ રાજપરિવાર સદસ્ય, જયપુર, શ્રી કરણી સિંઘ જસોલ નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ, જોધપુર, ડૉ. અંગમા ઝાલા (હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને પુર્વ રાજપરિવાર સદસ્યશ્રી, ધ્રાંગધ્રા, ડૉ. પંકજ એ. શર્મા નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલયનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જો કે રિયાસતી રાજવી સ્ટેટ રાજપીપળા નાં રાજાએ 562દેશી રજવાડાંઓને એકત્ર કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી અને સૌથી પહેલી સહી કરીને જોડાયા હતાં એવા નર્મદા જિલ્લા માં જ ઘર આંગણે સંગ્રહાલય બની રહ્યું છે ત્યારે રાજપીપળાનાં રાજવી પરિવારનાં રાજવી સદસ્ય મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને શ્રીમતી રૂક્ષમિણી દેવી ગોહિલ સ્થાનિક રાજવી પરિવારની આ સમિતિમાંથી બાદબાકી થતાં સૌ નેં આશ્ચર્ય સર્જાયું છે.
તસવીર- રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment