૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત ...
૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત...
(અખબારી યાદી)ક્રમાંક : જી .૫ / જાઆ ટેક / રસીકરણ / ૨૦૨૧ , આરોગ્ય શાખા , જિલ્લા પંચાયત , ભરૂચ , તા .૨૮.૨.૨૦૨૧ પ્રતિ , માહિતી અધિકારી શ્રી , માહિતી ખાતાની કચેરી , ભરૂચ...
વિષય : ૬૦ વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત...
ભરૂચ: જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ભરૂચ જિલ્લામાં તા .૧.૩.૨૦૨૧ ના રોજથી વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૯ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ -૧૯ રોગ અટકાયતીના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જિલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્ર , તમામ સા.આ.કેન્દ્ર , એસ.ડી.એચ. જંબુસર , સિવિલ હોસ્પિટલ- ભરૂચ તથા ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ- અંકલેશ્વર , ખાતે રસીકરણ મફત આપવામાં આવનાર છે.
PM JAY યોજના હેઠળ આવરી લીધેલ નીચે મુજબની હોસ્પિટલો ને રૂ . ૨૫૦ / નો ચાર્જ વસૂલ કરી રસીકરણ કરવામાં આવનાર છે. ૧.અલ મેહમુદ હોસ્પિટલ, જંબુસર ૨.જંબુસર જનરલ હોસ્પિટલ, જંબુસર 3. વેલફેર હોસ્પિટલ, ભરૂચ ૪. ડિવાઈન હાર્ટ હોસ્પિટલ, ભરૂચ પ. પામલેન્ડ હોસ્પિટલ , ભરૂચ ૬.નારાયણ હોસ્પિટલ, ભરૂચ ૭. શ્રીમતી જયાબેન હોસ્પિટલ, અંકલેશ્વર, ૮. સરદાર પટેલ ઈન્સીટયુટ હાર્ટ હોસ્પિટલ , અંકલેશ્વર , ૯.સેવા રૂરલ ટ્રસ્ટ હોસ્પિટલ, હાંસોટ 5555 ૧૦. કાકાબા હોસ્પિટલ,૪, સદર સમાચાર બહોળી પ્રસિદ્ધિ માટે દૈનિક સમાચાર પત્રોમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરવા વિનંતી છે.
જણાવ્યું:- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Thank you !
ReplyDelete