ચોરી કરેલ એકટીવા મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ
ચોરી કરેલ એકટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ
રાજકોટ: પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન - ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગનાં ઓએ વાહન ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર કે . એન. ભુકણ નાંઓનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડનાં પો.સબ ઇન્સ્પેક્ટર વી.કે.ઝાલા તથા સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીની સંયુકત બાતમી આધારે રાજકોટ કૃષ્ણનગર મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોકથી આગળ એક ઈસમને ચોરીનાં મોટર સાયકલ સાથે પકડી મોટર સાયકલનાં રજી . નંબર તથા એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશન માં સર્ચ કરાવતાં અન્ય વ્યકિતનાં નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવેલ જેથી મજકુરની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં પોતે આ મોટર સાયકલ ગઇકાલે સાંજે રેસકોર્ષ બાલભવન નાં ગેઇટ પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી તેજસભાઇ બીપીનભાઇ રાધનપુરા ઉ.વ. ૪ ર ઘંઘો મજુરી રહે. દ્વારિકા લો રાઇઝ યોગી વિંગ ફલેટ નં . ૫૦૧, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) એકટીવા મો.સા. રજી . નંબર GJ - 03 - CD - 7757 તથા ચેસીસ નંબર ME4JF083E88308932 તથા એજીન નંબર JFO8E5340332 જેની કિ.રૂ .૩૫,૦૦૦ / - ગણી કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ . વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ્ટેબલ મસરીભાઇ ભેટારીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા દિગ્ધાલસિંહ જાડેજા તથા પો. કોન્સ્ટેબલ . ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા રોહીતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તા -૨૭ / ૦૨ / ૨૦૨૧ ( કે.એન.ભુકણ ) પોલીસ ઇન્સ્પેકટર માલવીયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment