ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયા.
ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયાં.
ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવ્યો.
રાજપીપળા: ભારતીય જનતાપાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખસી.આર.પાટીલનાં રાજપીપળામાં આગમન ટાણે જાણીતાં પત્રકાર લેખક શિક્ષણ અને અનેક સમાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ દીપક જગતાપ ભાજપામાં જોડાયાં હતાં. એપીએમસી ખાતે સીઆર પાટીલની જાહેરસભામાં મંચ પરથી ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેસ પહેરાવી ભાજપામાં પ્રવેશ કરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવા. પ્રદેશ ઉપપ્રમુખ ભારત સિંહજી પરમાર, માજી વન મંત્રી શબ્દશરણ તડવી, મોતિસિઁહ વસાવા, માજી ધારાસભ્ય હર્ષદ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિતનાં વરિષ્ઠ આગેવાનોએ પણ દીપક જગતાપનાં ભાજપા પ્રવેશ ને આવકારી તાળીઓથી વધાવી અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે સૌનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે બુદ્ધિજીવીઓ માં જાણીતાં વરિષ્ઠ પત્રકાર, લેખક દીપક જગતાપ ભાજપામાં જોડાયાં હતાં. સાંસદ મનસુખ વસાવાએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવી તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે દીપક ભાઈએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પુષ્પ હાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું.
જેમને હમણાં જ 2021નો નેશનલ લેવલનો એક્ષીલન્સ એવોર્ડ એનાયત થયો છે, અને આ અગાઉ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યાં છે, એવાં દીપક જગતાપ સેવાભાવી અને રક્તદાતા પણ છે. જેમનું નામ ગુજરાત હુઝ હું અને એશિયા પેસીફીક હુંજ હું માં સ્થાન પામી ચુકયુ છે. જેમનાં 12થી વધુ વિજ્ઞાન અને અન્ય પુસ્તકો પ્રકાશિત થયાં છે, અને ગુજરાત સરકાર દ્વારા જેમનાં પુસ્તકો એવોર્ડેડ થઇ ચૂક્યાં છે. જેમનાં 2000થી વધુ લેખો પ્રતિષ્ઠિત અખબારો, સામયિકોમાં પ્રકાશિત થઇ ચૂક્યા છે. આકાશવાણી ઓલઇન્ડિયા રેડિયો પર, ટીવી પર તેમના કાર્યક્રમો પ્રસારિત થઇ ચૂક્યા છે એવાં જાણીતાં લેખક પત્રકાર દીપકભાઈ જગતાપનું આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં શુભેચ્છકોએ તેમને આવકાર્યા હતાં.
તસવીર - રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️






















Comments
Post a Comment