છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે..., કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો
છોટુ વસાવા આદિવાસીઓને ઠગે છે, મહેશ વસાવા તો મચ્છર છે...
કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધીઓનો જાહેરમાં સાંસદ મનસુખ વસાવાએ ઉધડો લીધો.
પાછલા બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધના મેદાનમાં આવી જાવ: મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાના વિરોધીઓને ચેતવણી આપી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતાં આવડે છે.
પણ પૈસા બનાવવોએ મારો ધર્મ નથી. પ્રજાની સેવા એ મારો ધર્મ છે.
રાજપીપળાને મારે મિની કાશ્મીર બનાવવું છે, રાજપીપળા ને ટેકાવાળી સરકાર નથી જોઇતી.
નગરપાલિકામાં ભાજપા ને સંપૂર્ણ બહુમતી આપો.
હું કોઈ પણ હિસાબે રાજપીપળા થી કેવડિયા અને કેવડિયાથી મુંબઈ સુધીની ટ્રેન ચાલુ કરવીને જ રહીશ. આ મનસુખ વસાવાનું વચન છે
રાજપીપળા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજપીપળામાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની જાહેર સભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા થોડાક વધારે આક્રમક દેખાયા હતાં. એમણે જાહેર મંચ પરથી પોતાનાં વિરોધીઓને આડેહાથે લીધા હતાં, અને વિરોધીઓ સામે આક્રમક શૈલીમાં ખાસ કરીને કોંગ્રેસ અને બીટીપી સામે આકરાં પ્રહારો કર્યા હતાં. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી પોતાનાં વિરોધીઓને ચેતવણી આપી હતી કે શાનમાં સમજી જાવ, મને પણ ઈટનો જવાબ પથ્થરથી આપતાં આવડે છે.
રાજપીપળા પાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સાંસદ કેમ ચુપ છે એવા પ્રશ્નો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે રાજપીપળામાં કેટલાક દૂધના ધોયેલાઓ નિકળી પડ્યા છે. સો ચૂહે ખાકર બિલ્લી હજ્કો ચલી. પોતાની સામે નનામી પત્રિકા યુધ્ધથી સમસમી ઉઠેલા સાંસદે વિરોધીઓને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે મારા નામે નનામી પત્રિકાઓ મોકલનારા શાનમાં સમજી જાવ, ઈંટનો જવાબ પથ્થરથી આપતાં મને આવડે છે ચૂંટણી છે એટલે મને મર્યાદા નડે છે. મને બધા જ દાવ આવડે છે, હું અભિમન્યુ નથી કે 6 કોઠા જ જાણું છું. મને 7 કોઠાનું જ્ઞાન છે અને 8 મો કોઠો પણ શીખી રહ્યો છું. મને બિલકુલ પણ છંછેડવાનો પ્રયત્ન કરતાં નહિ, જો મને વધારે છંછેડશો તો મારી પાસે પણ તમારી કેસેટો છે ખોલતાં બિલકુલ વાર નહિ લાગે. હું એવા નફ્ફટ અને નાલાયકોથી ગભરાતો નથી.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર 1% લોકો રાજપીપળાને બાનમાં લે છે. રાજપીપળામાં કેવા આકાઓ હતા, નિર્દોષ લોકોને કોણ રંજાડતું હતું, કયા વોર્ડમાં કયા વિસ્તારમાં તલવાર-ધારીયા નીકળતાં હતાં અને સારા સારા વ્યક્તિઓ પર હુમલાઓ થતાં હતાં એ ભૂલતાં નહિ. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળામાં ભાજપનાં રાજમાં જ શાંતિ આવી છે.
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે હું કોઈ અંગૂઠા છાપ સાંસદ નથી કે મને કોઈ વસ્તુની ખબર ન પડતી હોય. મેં ગુજરાત વિદ્યાપીઠ માંથી MSW કર્યું છે, મને IAS કક્ષાની નોકરી મળતી હતી પણ મેં રાજકારણમાં આવી સેવા કરવાનું પસંદ કર્યું. મારે જો ભ્રષ્ટાચાર જ કરવો હોત તો મારા અલગ અલગ જગ્યાએ મોટા મોટા બંગલાઓ હોત જમીનો હોત. હું નાક દબાવું તો કરોડો રૂપિયા બનાવી શકુ, પણ પૈસા બનાવવો એ મારો ધર્મ નથી, પ્રજાની સેવા એ મારો ધર્મ છે. મારી પર ખોટા ખોટા આક્ષેપો લગાવવાના બંધ કરો.
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દેજણાવ્યુ હતું કે હાલ રાજકારણ ગરમાયુ છે. BTP કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે સરકારે કાચી એન્ટ્રીઓ ચૂંટણી પૂરતી રદ કરી છે, ત્યારે આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે BTP લોકોને ગેરમાર્ગે દોરે છે, સરકારે કાયમી એન્ટ્રીઓ રદ કરી છે. પાંચ વર્ષ બધી પાર્ટીઓ વાળા કેમ ચુપ બેસી રહ્યા? પાછલાં બારણે પીઠ પર ખંજર ભોંકનારાઓ જો લડવું હોય તો યુદ્ધનાં મેદાનમાં આવી જાવ. છોટુ વસાવા આદિવાસીઓનો મસિહા નહિ પણ આદિવાસીઓને ઠગનારા છે, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા તો મારી માટે મચ્છર છે, એ તો કાચીડાની જેમ રંગ બદલે છે. ખોટી વાત કહેનારાઓને હું આ વખતે એમનું સ્થાન બતાવી દઈશ. ઈંટ નો જવાબ પથ્થર થી આપતા મને આવડે છે. મનસુખ વસાવા પ્રજાને ગુમરાહ કરતાં નથી. પ્રજાને ગાઇડ કરે છે. મને નાટક કરતાં આવડતું નથી.
રાજપીપળાને મારે મિની કાશ્મીર બનાવવું છે. રાજપીપળા ને ટેકાવાળી સરકાર જોઇતી નથી માટે ભાજપા ને સંપૂર્ણ બહુમતી આપો. અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે થી કરાવીશું અને રાજપીપળાનો વિકાસ કરીશુ.
હું કોઈ પણ હિસાબે રાજપીપળા થી કેવડિયા અને કેવડિયાથી મુંબઈ સુધીની ટ્રેન ચાલુ કરવીને જ રહીશ. આ મનસુખ વસાવાનું વચન છે આ ટ્રેન ચાલુ કરવાની મારી જવાબદારી છે જો આ ટ્રેન ચાલુ નહિ થાય તો જાહેર જીવન છોડી દઈશ.
ભાજપ જ જિલ્લાનો વિકાસ કરી શકશે. હજી નર્મદા ગેસની પાઇપ લાઈન આવી રહી છે. ભૂગર્ભ ગટર યોજના પણ હું ચાલુ કરાવીશ. હાલ ગટરો ખુલ્લી છે, તેનાંથી મચ્છરો અને ગંદકી ફેલાય છે. તેમાંથી પ્રજાને મુક્ત કરાવીશ.
તસવીર - રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️













Comments
Post a Comment