કાલોલ જીઆઈડીસીમાં જ્વલનશીલ કેમિકલ્સ વેસ્ટના સળગવાથી 🔥 આગ લાગી, જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?!
કાલોલ જીઆઈડીસી ખાતે આગ લાગ્યા બાદ કંપનીની તથા બંધ કંપનીમાં એકત્ર થતાં કચરાની ફાયર ફાયટર સાથેની તસવીર.
કાલોલ જીઆઈડીસીમાં જ્વલનશીલ કેમિકલ્સ વેસ્ટના સળગવાથી આગ લાગી, જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ?!હાલોલ / કાલોલ: કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૩૯,૪૦ માં આવેલ રાધન પ્લાસ્ટીકમાં સોમવારે એકાએક આગ લાગી હતી.
સમગ્ર વિસ્તારમાં ધૂમાડાનાં ગોટેગોટા દેખાતાં હતાં અને બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગની ધૂમ્ર શેરો દેખાતી હતી, જોકે નજીકથી સ્થાનિક કંપની યુ પી એલનાં ફાયર ફાયટર સહિત કાલોલ નગરપાલીકાનું ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લીધી હતી.
આગ લાગેલ જગ્યામાં રાધન પ્લાસ્ટિક નામનુું બોર્ડ મારીને ગેટ પર તાળુ મારીને અંદર કેમિકલ કંપનીઓનો નકામો કચરો અહીં એકત્ર કરવામાં આવે છે. ત્યારે મળતી માહિતી મુજબ એલેમ્બિક કેમિકલ તથા ઇન્ડચ કંપનીનું વેસ્ટ મટીરીયલનો નિકાલ કરવાનું (સરકારી ગાઈડ લાઈન મુજબ રિસાયકલ કરાવી, સીમેન્ટ કંપનીમાં કો પ્રોસેસ કરાવી યા તો ગવરમેન્ટ કોમન ઇનસિરેશન પ્લાન્ટમાં ઇનસિરેટ કરાવવાં મોકલવાનું હોય છે) લાયસન્સ મેળવીને આ કંપનીનાં સંચાલકો કેમિકલના ખાલી ડ્રમ, બેરલો, કન્ટેનર, ફાર્મા કંપની, ફુડ પ્રોસેસીંગ, કોસ્મેટિક, ટેકસટાઈલ, પેઇન્ટ્સ ફોરમુલેશન અને બ્રેવરીઝ જેમાં પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ સિવાયની કંપનીઓનો નકામો અને જોખમી કચરો સરકારી નિયમોનુસાર નીકાલ કરવા માટેનો પરવાનો મેળવી કાલોલ જીઆઈડીસી ખાતે પ્લોટ નં ૩૯ અને ૪૦માં ખાલી બેરલ રાખવાની પરવાનગી લઈ આ કંપનીમાં ભરેલા બેરલો સંગ્રહ કરવામાં આવે છે તેટલું જ નહીં પરવાનગી વગર નજીકમાં આવેલા બંધ શેડ (એમ. જે.વુલન ) માં પણ આ જોખમી કચરો એકઠો થાય છે.
રાધન કંપનીનાં સંચાલક પાસે એલેમ્બિક તથા ઇન્ડચનો માલ ઉપાડવાનું લાયસન્સ છે કે કેમ?! તથા આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી મેળવી છે કે કેમ? આ ઉપરાંત પરવાનગી વગર જોખમી કચરો એમ. જે વૂલનનાં બંધ પડેલા શેડ માં કોની પરવાનગીથી અંદાજે ૫૦૦ ટેમ્પા જેટલો કચરો ઠલવાઈ રહ્યો છે?!
તાજેતરમાં અમદાવાદ ખાતે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી મહામૂલા માનવોની જિંદગી હોમાઇ ગઇ હતી ત્યારે સોમવારની આગની જેમ પુનઃ આવી આગ લાગે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુની કંપની તેમજ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તારને લપેટામાં લેશે તો જવાબદારી કોની?
વધુમાં કંપનીની અંદરમાં માણસો કામ કરે છે અને ટેમ્પો મારફતે કેમિકલ કંપનીનો કચરો ખાલી થતો હોય છે, તેમ છતાં પણ કંપનીનો ગેટ કોઈ અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવે છે, જે બાબત ખૂબ જ સંશોધન માંગી લે તેમ છે.
પાવાગઢ નજીક પણ ખુલ્લાં ખેતરમાં કેમિકલનો જોખમી કચરો સળગાવવામાં આવે છે, તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ બાબતે વહીવટી તંત્ર ને કોઈ જાણકારી છે કે પછી બધુ રામ ભરોસે ચાલી રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?! તે પણ તપાસનો વિષય બની જાય છે.
રિપોર્ટ-તસવીર-વિડીયો: મુસ્તુફા મિર્ઝા, કાલોલ
(હાલોલ - કાલોલ)
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment