પ્રોહિબિશનના ગુનાહિત કામનાં વધુ બે આરોપીઓ પાસામાં ધકેલાયા.

પ્રોહિબિશનના ગુનાહિત કામનાં વધુ બે આરોપીઓ પાસામાં ધકેલાયા
આરોપીઓ
🔷પ્રોહિબિશનના ગુનાહિત કામનાં વધુ બે આરોપીઓ પાસામાં ધકેલાયા.

🔷નર્મદા એલસીબી તથા ગરૂડેશ્વર પોલીસનું સંયુક્ત ઓપરેશન.

Advertisement

રાજપીપળા: નર્મદા જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ પાસામાં ધકેલાયા છે. નર્મદા એલસીબી તથા ગરુડેશ્વર પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં ગુનેગારો ઝડપાયા છે. જેમાં જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને અંકુશમાં લાવવા તિલકવાડા તેમજ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવાનાં ઈરાદે પકડાયેલાં આરોપી ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ બંને (રહે., શહેરાવ પટેલ ફળિયું )પ્રવૃત્તિને ડામવા સારું એ. એસ.વસાવા પોસઈ ગરુડેશ્વર નાઓ  દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાને મોકલાતાં સામાવાળા ભુપેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનાઓ એ પાસાં હેઠળ અટક કરી પાલનપુર જિલ્લા જેલ ખાતે મોકલવા સારું હુકમ કરેલ તેમજ રાજેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ઓએ પાસાં હેઠળ અટક કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવા સારું હુકમ કરતાં બંને સામાવાળાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફનાં પોલીસ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે અનુક્રમ પાલનપુર જિલ્લા જેલ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

Advertisements

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

B B K NEWS

Owner & Editor

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.