રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 2 ભરત વસાવાનો અજેય ગઢ ગણાય છે. પરિવારવાદ જ અહીં વર્ષો થી ચાલે છે, આજદિન સુધી તેમનો કોઈ ઉમેદવાર હાર્યો નથી

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 2 ભરત  વસાવાનો અજેય ગઢ ગણાય છે. પરિવારવાદ જ અહીં વર્ષો થી ચાલે છે,  આજદિન સુધી તેમનો કોઈ ઉમેદવાર હાર્યો નથી

 રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 2 ભરત  વસાવાનો અજેય ગઢ ગણાય છે. પરિવારવાદ જ અહીં વર્ષો થી ચાલે છે.

30વર્ષ થી ભરત વસાવા અને તેમના પરિવારના સભ્યો જ સતત જીતતા આવ્યા છે. તેમની સામે ઉભા રહેનાર તમામ હાર્યા છે!

આજદિન સુધી તેમનો કોઈ ઉમેદવાર હાર્યો નથી.

ભરત વસાવા સતત 6 ટર્મથી ચુટાતા આવ્યા છે .આ વખતે સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે.

ભરત વસાવા સૌથી વધુ ચાર વાર પ્રમુખ બની ચૂક્યા છે.

આ વોર્ડ એક તરફી અને ભરતભાઈનો ગઢ ગણાય છે.આ વખતે ભરત ભાઈ ના પરિવાર ના આઠ સદસ્યો પુત્રી, પત્ની, ભાઈના છોકરા છોકરી ને મેદાન મા ઉતાર્યા.

કોઈ પણ પક્ષને બહુમતીના મળે ત્યારે ભરત વસાવા જૂથ કિંગ મેકર બની જાય છે.

 ભરત વસાવા ને હરાવવા આ વખતે ભાજપે ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા.

 વોર્ડ 2 માં 12  ઉમેદવારો મેદાનમાં.

Advertisements

રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ચાર વખત સૌથી વધુ વાર પ્રમુખ બની ચૂકેલા પૂર્વ પ્રમુખ ભરતભાઇ માધુભાઈ વસાવા સતત 6 ટર્મથી છેલ્લા 30 વર્ષથી ચૂટાતા આવ્યા છે. અને સાતમી વાર ચૂંટણી લડી રહ્યા છે.એમનો વોર્ડ નંબર 2છે. આ આજ દિન સુધી ભરત વસાવાના પરિવારનાં સદસ્ય સિવાય કોઈપણ ઉમેદવાર આ વોર્ડમાં જીતી શકયુ નથી. આ વોર્ડ એક તરફી અને ભરતભાઈનો ગઢ ગણાય છે.આ વોર્ડ મા ભરતભાઈ પોતે, પત્ની ભાઈ, ભાઈનાં છોકરા છોકરી અને તેમનો પરિવાર એક ધારો ચૂંટણી લડતા આવ્યા છે, અને સતત જીતતો આવ્યા છે. ભરતભાઈ મોટે ભાગે અપક્ષ અને ક્યારેક કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. આ વોર્ડ માાંથી ચૂંટણી લડવાની કોઈ હિંમત કરતું નથીી, કારણ કે હારનો સામનો કરવાનો સતત ડર રહે છે. જોકે ભાજપા ઉમેદવારો ઊભા રાખે છે, પણ એક ઉમેદવાર સિવાય આજદિન સુધી ભાજપાનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી ! ભરત વસાવા આ વખતે સાતમી વાર તેમના પરિવાર સાથે આઠ સભ્યોને ચૂંટણી મેદાનમા ઊતારી દીધા છેે, અને 100%પરિવાર વાદ ચલાવી રહ્યા છે. એમના તમામ ઉમેદવારો જીતવાનો દાવો કરી રહ્યા છે. ભરત વસાવા એક માત્ર એવા કોર્પોરેટર છે જેઓ સૌથી વધારે ચાર વખત રાજપીપળા નગર પાલિકાનાં પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની પત્ની અને તેમનાં ભાઈ પણ પ્રમુખ રહી ચૂક્યા છે.

  આ વખતે ભરત વસાવા પોતાનો વોર્ડ નંબર બે છોડીને વોર્ડ નંબર ત્રણમાંથી અપક્ષ  ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે તેમનાં પરિવારજનો વોર્ડ નંબર બે માંથી , વોર્ડ ૭ માંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભરતભાઈ ની પુત્રી રીચાબેન ભરતભાઈ વસાવા વોર્ડ 2 માંથી કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. તેમની પત્નીજે પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે તે ભારતીબેન ભરતભાઈ વસાવા વોર્ડ સાતમાંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે, ત્યારે એ જ વોર્ડ 2માંથી તેમના ભાઈનો છોકરો સુનિલભાઈ ભંગાભાઈ વસાવા કોંગ્રેસ માંથી લડી રહ્યા છે.જ્યારે તેમનાં ભાઈની છોકરી શિતલબેન હસમુખભાઈ વસાવા વોર્ડ 4 માંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે ભરતભાઈ નાં ભાઈ સુરેશભાઈ માધુભાઈ વસાવા કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ 2 માથી ઉમેદવારી કરી રહ્યા છે. ઉપરાંત એમનાં જ પરિવારનાં  સદસ્ય અને પૂર્વ પ્રમુખ રહી ચુકેલા સ્વ.ચંપક વસાવાનો દીકરો મોહિત કુમાર ચંપકભાઈ વસાવા પણ વોર્ડ બે માંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે એમના અન્ય સમર્થક વોર્ડ બેમાંથી ઉષાબેન જગદીશ કુમાર કહાર ને કોંગ્રેસ માંથી લડાવી રહ્યા છે. આમ ભરતભાઈ વસાવાના પરિવાર આઠ સદસ્યો ચૂંટણી લડી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ વખતની તમામ બેઠકો પર અમે જીતીશું. આમ સતત જીતતા આવેલા અને આજ દિન સુધી ક્યારેય નહીં હારેલા ભરતભાઈ વસાવાના તમામ ઉમેદવારો આ વખતે પણ જીતશે કે કેમ તે હવે જોવું રહ્યું.જોકે એ હકીકત છે આજદિન સુધી વોર્ડ નંબર 2 માં  કોંગ્રેસ સિવાય પક્ષનાં કોઇ ઉમેદવારો જીત્યાં નથી.

એક ઉમેદવાર સિવાય ભાજપનો કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શકયા નથી. આ વખતે વોર્ડ 2મા ભાજપે ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે હવે એ જોવું રહ્યું કે આ વખતે ભાજપનો ઉમેદવાર જીતે છે કે નહિ !

ચૂંટણી માં વિજયનું રહસ્ય નું કારણ જણાવતા જણાવે છે. મારા વોર્ડના ગરીબ લોકો છે.એમને અમે જરૂરિયાત વખતે મદદ કરીએ છીએ. લોકડાઉનમા અને લોકોની ખૂબ મદદ કરી છે. મારા વોર્ડનો સતત વિકાસ કર્યો છે. જેમા પાણીની ટાંકી, બોર, સીસી રોડ, બ્લોકના કામો, લાયબ્રેરી, મેઇન રોડ ની રેલિઁગ, ગટરો, સહિત અન્ય વિકાસ નાં કામો ઘણા કર્યા છે એટલે મતદારો અમને ચુટે છે.

 કોઈપણ પક્ષને બહુમતી ન મળે ત્યારે ભરત વસાવા જૂથ કિંગ મેકર બની જાય છે અને ગઠબંધન વખતે પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે.

Advertisement


તસવીર રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

#BBKNEW 

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.