માંગરોલ નાં સ્વતંત્રતા સેનાની મહેન્દ્રભાઈ ભટ્ટ તથા એમના પત્નિ એ એશો આરામની જિંદગી છોડી, સેવાકીય કાર્ય કરવાનું પસંદ કરી અન્ય માટે પ્રેરણાસ્રોત બન્યા
રાજપીપળા: નર્મદા જિલ્લાનાં નાનકડા માંગરોળ ગામમાં એક એવું ગાંધી વિચારધારા ધરાવતું ગાંધીવાદી દંપતી છેે, જેઓ પોતે અને પોતાનો પરિવાર સ્વદેશી વસ્ત્રો અપનાવી ખાદી પહેરે છે. એવા ગાંધીવાદી દંપતી નર્મદા જિલ્લાનું ગૌરવ ગણાય છે. પોતે સ્વાતંત્ર્ય સેનાની હોવા છતાં એમના પરિવારના કોઈપણ સભ્યએ સરકાર પાસેથી સ્વાતંત્ર સેનાનીનું પ્રમાણપત્ર, તામ્રપત્ર કે અત્યાર સુધી લીધું જ નથી. એમના પરિવારે મોટાભાગની જમીન વિનોબા ભાવેને ભૂદાનમાં આપી દીધી. મહેન્દ્રભાઈ ભટ્ટ 7 થી 8 વર્ષ વિનોબા ભાવેના વિચારો એવા ગ્રામદાન અને શાંતિ સેનાની વાતો નો ફેલાવો કરવા ગુજરાતના વિવિધ ગામડાંઓમાં ફર્યા અને લોકોને પ્રેમપૂર્વક સાદુું જીવન જીવવાની પ્રેરણા પણ આપી.
ભારત સરકારે તો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામ ગામ શૌચાલયો બનાવવાનું કામ હમણાં શરૂ કર્યું પણ માંગરોળના મહેન્દ્રભાઈ ભટ્ટ ને ભારતીબેને પોતાને સંસ્થાના માધ્યમથી આજથી 20 વર્ષ પહેલાં જ આસપાસના ગામોમાં શૌચાલય બનાવી સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો. ઓર્ગેનીક ખેતીની પ્રેરણા પણ એમના દ્વારા જ લોકોને મળી હતી. નર્મદા જિલ્લામાં જે તે વખતે એમણે લોકોને સમજણ આપી સૌથી વધુ ગોબરગેસ પ્લાન્ટ પણ બનાવ્યા છે.
મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેનમાં દેશભક્તિ ઠસોઠસ ભરેલી છે. સ્વદેશી વસ્ત્રો અપનાવતા અને વિદેશી વસ્તુઓને તિલાંજલિ આપી. મહેન્દ્રભાઈ જન્મથી જ ખાદી પહેરે છે. એમના પત્નિ પણ ખાદી જ ધારણ કરે છે. પોતાના માતા-પિતા થી પ્રેરણા લઇ આજના મોર્ડન યુગમાં એમની પુત્રી પણ ખાદી જ પહેરે છે. તેઓ પોતાનાં કપડાં પણ જાતે જ સિવે છે. તેઓ સેવા કાર્યો કરવા માટે વિદેશી ફંડ બિલકુલ સ્વીકારતા નથી. આ દંપતી અન્ય માટે પ્રેરણાસ્રોત જરૂર બન્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Comments
Post a Comment