1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાના ડો.દમયંતી બા નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડમાં સમાવિષ્ટ

 1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાનાં ડો.દમયંતી બા નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડમાં સમાવિષ્ટ

 1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં રાજપીપળાનાં ડો.દમયંતી બા નું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડમાં સમાવિષ્ટ કરાતાં નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું.

 રાજપીપળા: નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં 1 રૂપિયામાં કેન્સરની સારવાર કરતાં અને તેમની સેવા કાર્ય માટે તેમનું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવિષ્ટ કરાતાં નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

  ડો.દમયંતી પ્રદિપસિંહ છેલ્લા દસ વર્ષ થી 1 થી 12 વર્ષના બાળકોને મફત દવા પીવડાવે છે. આ ઉપરાંત તેઓ કેન્સરના દર્દીને માત્ર એક રૂપિયામાં સારવાર કરે છે, સાથે તેઓ વનસ્પતિ અને જડીબુટ્ટીઓ માંથી દવા બનાવી બીજા અનેક રોગોની સારવાર કરી રહ્યાં છે. તેઓ કેન્સર, ડાયાબિટીસ, નિસંતાન દંપતી, સ્કીન સફેદ કોઢ, કિડનીની, પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે. તેમની આ દવા થકી સારવાર માટે દેશ-વિદેશમાંથી લોકો આવે છે, અને સારા પણ થાય છે. તેમની આ સિદ્ધિની નોંધ લઈ, તેમનું નામ જીનીયસ બુક ઓફ વર્લ્ડમાં સમાવેશ કરવામાં આવ્યું છે.

  આ ઉપરાંત તેમને ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, લેજેન્ડ ઓફ ધ વર્લ્ડ, વુમન એક્સેલેન્સ એવોર્ડ, ગુજરાત કોરોના ક્ષત્રિય ઓરીએન્ટ વગેરે જેવા અનેક એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં પણ જોડાયેલાં છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

OWNER & EDITOR

Manish Kansara

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

અબોલ જીવોની અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની અનન્ય સેવા-પ્રવૃત્તિ

જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર