વડોદરા: કોરોના વોરિયર્સથી લઈ સામાન્ય જનતાને વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ

વડોદરા: કોરોના વોરિયર્સથી લઈ સામાન્ય જનતાને વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ

રાજ્યભરમાં કોરોનાની રસીકરણને લઇ તૈયારીઓ ચાલી રહી છે, જેને લઇ વડોદરામાં વેક્સિન આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રસી કેવી રીતે સ્ટોરેજ કરવી તેને લઇ તૈયારીઓ કરી દેવામાં આવી છે, તો વડોદરાના વેકસીન ઇન્સ્ટિયુટ ખાતેથી શહેર ઉપરાંત 7 જિલ્લામાં રસી પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, પંચમહાલ અને મહીસાગરનો સમાવેશ થાય છે. એટલું જ નહિં રસીકરણને લઇ 435 સેન્ટરો પર અગાઉથીજ ILR અને ડીપ ફ્રીઝ હાલ કાર્યરત છે. આ ઉપરાંત તંત્રએ ઘરે-ઘરે સર્વે કરવાની પણ કામગીરી કેવી રીતે કરવી તેનો પ્લાન બનાવ્યો છે. ઘરે-ઘરે સર્વે કરવા માટે ટીમો બનાવાઇ છે. આ ટીમ ઘરે-ઘરે જશે અને 50 વર્ષથી વધુની ઉમરના વ્યક્તિઓની યાદી તૈયાર કરશે.

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.