સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અને હૃદય💓 રશિયામાં ધબકશે, ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.

સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અને હૃદય💓 રશિયામાં ધબકશે, ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.

 ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના પરિવારને પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપવા માટે નતમસ્તક વંદન કરે છે.




સુરત: ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.



 ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના.

 શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.


 સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ત્રીસમા હ્રદય અને ફેફસાંના દાનની પાંચમી ઘટના.



સુરતના બાળકના ફેફસાં યુક્રેનમાં શ્ર્વાસ ભરશે અને હૃદય💓 રશિયામાં ધબકશે

  સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.


 Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૧૩ વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી ૧૭ વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

  હૃદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૬૫ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

  કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૪ હૃદય, ૬ ફેફસા, ૧૪ કિડની, ૭ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૨ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.


 સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૩ કિડની, ૧૫૨ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૩૦ હૃદય, ૧૦ ફેફસાં અને ૨૭૬ ચક્ષુઓ કુલ ૮૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૮૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

 અંગદાન...જીવનદાન...

 ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.

https://www.donatelife.org.in/

 #DonateLife #OrganDonation #HeartDonation #Lungs Donation #NOTTO #SOTTO Gujarat

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

💓💓💓💓💓💓💓💓💓💓💓


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.