ભરૂચનાં સાંંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતા ચકચાર, મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો, પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત

ભરૂચનાં સાંંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતા ચકચાર, મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો, પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત

 ભરૂચનાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુું આપતા ચકચાર

ભાજપે મને ઘણુ આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું:-સાંસદ

મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું.

બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામું આપીશ.

ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે તેમની નારાજગી 

મનસુખ વસાવાને મનાવી લેવાના થયેલા પ્રયાસો 
પ્રદેશ પ્રમુખે મુખ્ય મંત્રી સાથે પણ આ મુદ્દે કરી વાત

રાજપીપળા: ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપામાં ખળભળાટ મચી ગયો છે.

 મોટા ગજાનાં અને 6 ટર્મથી સતત ભરુચ ની બેઠક પરથી સાંસદ તરીકે જીતતા આવેલા એવા સિનિયર નેતા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અચાનક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખી રાજીનામું આજે આપ્યુ હતુ. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભાજપ વર્તુળમાં સન્નાટો મચી ગયો હતો.

 જોકે આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં ભાજપા છાવણી માખળભળાટ મચી ગયો હતો. જેના પાર્ટી માં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા.

 આ અંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યુ હતુ કે મનસુખભાઈએ રાજીનામું આપ્યું નથી .

તેમણે બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે.

 ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે તેમની નારાજગી છે તે હું જાણું છું. અમે તેમને મનાવી લઈશું. તેઓ સંવેદનશીલ વ્યક્તિ છે તેઓ ઈકો સેન્સીટીવ ઝોનના મુદ્દે નારાજ છે તેમણે આ અગાઉ મારી સાથે બે દિવસ પહેલાં જ વાત પણ કરી હતી. મનસુખભાઈ અમારા સિનિયર નેતા છે, તેમને નાના-મોટા પ્રશ્ને કોઈ મનદુઃખ થયું હોય તો એ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. અને અમે તેમને મનાવી લઈશું. આ અંગે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે, એમ પ્રદેશપ્રમુખ આર પાટીલે જણાવ્યું હતું.


 સીઆર પાટિલે વધુમાં કહ્યુ કે, “નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.”

 સીઆર પાટિલે મનસુખ વસાવાની પ્રશંસા કરતા કહ્યુ કે, તે ઘણા સેન્સેટિવ માણસ છે, મનસુખ વસાવા લાગણીશીલ છે અને હંમેશા લોકો માટે લડે છે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નીરાકરણ લાવે છે, તે ઘણુ સારૂ કામ કરતા આવ્યા છે. આવા વ્યક્તિ અમારા સાંસદ છે તે અમારા માટે ગૌરવની વાત છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખભાઇ વસાવા હંમેશા સરકાર સામે સાચા પ્રશ્નો માટે લડતા રહ્યા છે. હમણાં છેલ્લા કેટલાક વખતથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવતા તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. અને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો. અને આદિવાસીઓના પ્રશ્ને ન્યાય આપવા રજૂઆત પણ કરી હતી.સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સીટીવ ઝોન આ મુદ્દે અનેક વાર સરકારમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મુદ્દે મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યા પણ હતા, પણ તેમને ન્યાય ન મળતા તેમને મન દુખ થતા આ રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

જોકે આ અંગે ઝઘડિયાના ધારાસભ્ય અને  નેતા છોટુભાઈએ પણ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે અંતરાત્માનો અવાજ સાંભળી વ્યક્તિ સાચો ત્યાગ કરે છે. તેઓ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા છે અને ઇકો સેન્સિટીવ ના મુદ્દે તેઓ સરકારને ઘેરતા રહ્યા છે .

હવે એ જોવું રહ્યું કે મનસુખભાઈ માની જાય છે કે નહીં અને પાર્ટી તેમને મનાવી લે છે કે નહીં ?મનસુખભાઈના પ્રશ્નોનું નિરાકરણ આવશે ખરું? ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે પ્રશ્નોનું નિરાકરણ આવશે ખરું? આ અંગે જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે.


તસવીર- રિપોર્ટ:જયોતિ જગતાપ, રાજપીપળા.

B B K NEWS

owner/Editor

મનીષ કંસારા

#manishkansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.