ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી વર્ષ ૨૦૦૨માં ખેડૂતોની વાર્ષિક આવક ૯૦૦૦ કરોડ હતી અને ૧૮ વર્ષમાં ૧૬ ગણી વધી તેવા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક મુજબ ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૩૫૦૦/- રૂપિયા છે અને ગુજરાતના પ્રતિ ખેડૂત દીઠ રૂા. ૨૮,૬૬૭/- દેવું છે. જે છેલ્લા ૬ વર્ષમાં દેવામાં સતત ઉમેરો થઈ રહ્યો છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો ક્યારેય ભૂલશે નહીં. એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે. નાના મોટા વેપાર અને સાથેસાથે એ.પી.એમ.સી. ના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજુરોને પણ ખુબ મોટુ નુકસાન થશે. કોન્ટ્રાક્ટ ફાર્મીંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલીક છે એ ખેડૂત માલીક બનીને પોતાની જમીનમાં મજુર બને તેવા દિવસો આવવાના છે. આવનારા સમયમાં સંગ્રહખોરી થશે, નફાખોરી થશે, કાળાબજારી થશે અને ખેડૂતોની નુકસાનની સાથે સાથે જે ગ્રાહકો છે એમને પણ ખુબ મોટુ નુકસાન થશે.
ભાજપાની ખેડૂત ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાળા કાયદાથી MSP ની વ્યવસ્થા નાબૂદ, સબસીડી નાબૂદ, APMC નાબુદ થશે. ખેડૂતો માટે કોંગ્રેસપક્ષે ખેડે તેની જમીન કાયદા થી ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા. ભાજપા શાસકો માલિક ખેડૂતોને ખેત મજદૂર બનાવવા માંગે છે. દેશની સમગ્ર કૃષિ વ્યવસ્થા પાંચ મોટા ઉદ્યોગગૃહોના હવાલે થઈ જશે. અંગ્રેજોના શાસનમાં ઈસ્ટ ઈન્ડીયા કંપની જેમજ ભાજપાના શાસનમાં ફરી કંપની રાજ સ્થાપિત થશે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળના વર્કીંગ ગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ ના અહેવાલમાં લઘુત્તમ ટેકાના ભાવ ફરજીયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી. એમ.એસ.પી. અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રના વડાપ્રધાન તરીકે ખેડૂત વિરોધી કાળા કાયદા એ ભાજપાનો ખેડૂત વિરોધી ચહેરાને ખુલ્લો પાડે છે.
ચૂંટણીમાં જાહેર સભા સુરેન્દ્રનગર હોય કે હરિયાણા MSP માટે Formula આપનાર મોદી સરકાર સત્તામાં આવતા જ MSP નાબૂદ કરવા કાળા કાયદા દાખલ કર્યા. ૨૦૧૪ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારના શાસનના છ વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે. ખાનગી વિમા કંપનીઓએ કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ જ વળતર પેટે ચૂકવવામાં આવી.
UPA સરકારે ૨૦૦૮-૦૯, ૪ કરોડ ખેડૂતોની ૭૨,૦૦૦ કરોડ ના દેવા માફ કર્યા.છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસ શાસિત પાંચ રાજ્ય સરકાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, સહિત દેવા માફ કર્યા બીજી બાજુ ભાજપા સરકારે ૨૦૧૫ થી ૬.૬૬ લાખ કરોડ રૂપિયા બેંકો દ્વારા કોર્પોરેટ હાઉસ – ઉદ્યોગપતિઓના માફ કર્યા. ભાજપા સરકારે ટેક્ષ ઘટાડ્યો, ટેક્ષ માફી, ૧.૪૫ લાખ કરોડના લાભ કોર્પોરેટ-ઉદ્યોગપતિઓને આપ્યા. અન્ન સુરક્ષા કાયદા હેઠળ દેશમાં ૭૦ ટકા પરિવારને મળતા લાભ ઘટાડીને ૨૦ ટકા પરિવારને જ લાભ મળી રહે તે માટે મોદી સરકાર કામ કરવા તરફ જઈ રહી છે. દેશમાં ૮૬ ટકા ખેડૂતો નાના જમીન ધારકો છે, ૨ હેક્ટર થી ઓછી જમીન ધરાવે છે. “જય જવાન, જય કિસાન” દ્વારા દેશમાં હરિત ક્રાંતિ માટે શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી, શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ કામ કરીને દેશને અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું. જ્યારે ભાજપા સરકાર કિસાન વિરોધીનિતીથી ખેડૂતોને પાયમાલ બનાવી રહી છે.
સમગ્ર દેશમાં ખેડૂતોના દેખાવો
વર્ષ ખેડૂતોએ કરેલ વિરોધ પ્રદર્શન
૨૦૧૪ - ૨૦૧૫ ૬૨૮
૨૦૧૫ - ૨૦૧૬ ૨૬૮૩
૨૦૧૬ – ૨૦૧૭ ૪૮૩૭
૨૦૧૭ – ૨૦૧૮ ૩૩૩૦
૨૦૧૮ – ૨૦૧૯ ૨૦૦૮
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment