સાગબારા તાલુકાના અમિયારા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત, એક ગંભીર
🔷અમિયારા પાસે બે ટ્રક અકસ્માત થતાં એક ટ્રક ચાલકનું મોત,એક ગંભીર.
🔷અન્ય એક કેબીનમાં ફસાતા લોકોને બહાર કાઢ્યો.
🔷ઈજાગ્રસ્તને સાગબારા થી રાજપીપળા સિવિલમાં ખસેડાયો.
🔷ઘટના સ્થળે બંને બાજુ બે કિમી સુધી વાહનોની કતારો જામતાં ચક્કાજામ.
🔷જેસીબીથી એક ટ્રકને હટાવી રસ્તો ખુલ્લો મુકાયો.
રાજપીપળા: સાગબારા તાલુકાના અમિયારા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું અને જ્યારે અન્ય એક ડ્રાઇવર કેબીન માં ફસાઈ જતા ભારે જહેમત બાદ લોકોએ તેને બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં ક્લીનર કુદી પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત માં બંને ટ્રકનાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ અંગે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ પ્રમોદ ઉર્ફે ગોલુ ભાઈદાસ મરાઠે (રહે, 8/21 દરવાજા, મહારાષ્ટ્ર વ્યાયામશાળા,નંદુરબાર મહારાષ્ટ્ર ) આરોપી મુજ્જફરશાહીન શરીફશાહીન ચૌધરી ( રહે,સાદા શરીફ જાબા તા. થાના મંડી જી.રાજોરી જમ્મુ-કાશ્મીર) સામે ફરિયાદ કરી છે.
બનાવની વિગત અનુસાર સાગવાડા થી માત્ર 3 થી 4 કિમી દૂર અમીયાર ગામ પાસે ગુજરાતી મહારાષ્ટ્ર જતી ટ્રક નંબર એમએચ 18 બીજી 6554 અને મહારાષ્ટ્ર થી ગુજરાત તરફ આવતી ટ્રક નંબર એમએચ 56 બી 1474 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બંને ટ્રકના કેબીનમાં કચ્ચરઘાણ વળી ગયો હતો.જેમાં એક ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે આવી વાહન વ્યવહાર પૂર્વવત કરી ચાલકના મૃતદેહને સાગબારા સીએચસીમાં જવાની કવાયત હાથ ધરી હતી. જેમાં કન્ટેનર પૂરઝડપે અને ગફલતભરી રીતે હાઈવે રોડ ઉપર રોંગ સાઈડમાં હંકારી સામેથી આવતી અશોક લેલેન્ડ ટ્રક નંબર એમએચ 18 બીજી 6554 સામેથી અથાડી દઈ પ્રમોદભાઈને જમણા પગના નળાના તથા જમણા હાથના પંજાના ભાગે સાધારણ ઇજા કરી તથા છાતીના ભાગે તથા ડ્રાઇવર વિશ્વાસભાઈ આબંદા જીકીભાઈ ને જમણા તથા ડાબા પગના ઘૂંટણ નીચે પગ ભાંગી નાંખી ગંભીર પ્રકારની ઈજા કરી પોતાને ગળાના ભાગે ગંભીર તથા શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
આ વખતે પીએસઆઇ બીકે બનાવનાં ઘટનાસ્થળે પહોંચી જઈ 108ને બોલાવી લઈ ઈજાગ્રસ્તને સાગબારા સીએચસીમાં સારવાર માટે ખસેડી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે મરનાર ટ્રકચાલકના વિગત જણાવવા તપાસ હાથ ધરી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે આ અકસ્માતને પગલે હાઇવે રોડ પર બન્ને બાજુ ટ્રાફિકજામ થઇ ગયો હતો. જેથી ઘટના સ્થળે પોલીસ પહોંચી જઈ ટ્રાફિકને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી જેસીબી મશીન બોલાવી એક ટ્રક હટાવી રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
રેલિંગ વગરના પુલ પર આ અકસ્માત નડ્યો હતો, જેથી બંને બાજુ રેલિંગ લગાવવાની પણ માંગ ઉઠી
અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ અકસ્માત થયો હતો તે સાંકડો પુલ રેલિંગ વગરનો હતો. રેલિંગ વગરના પુલ પર અકસ્માત નડ્યો હતો.આ પુલ સાંકડો હોવાથી એક જ વાહન પસાર થઈ શકે તેમ હોય અને રેલિંગ વગરના પુલ પરથી ટ્રક નીચે પડી જાય તો 20 થી 30 ફુટ ઉંડી નદીમાં ટ્રક ખાબકત. તેથી આ પુલને પહોળો કરવાની અને પુલના બન્ને બાજુ રેલિંગ લગાડવાની પણ માંગ ઉઠી હતી.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️








Comments
Post a Comment