5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.
5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ.
એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.
રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ફિ તેમજ પાર્કિંગ સહિતની 16 મહિના ની રકમ બેંકમાં જમા નહીં કરી રૂ.5.24 કરોડની ઉચાપતમાં વડોદરા રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના વધુ એક કર્મચારી નિમેષ જગદીશચંદ્ર પંડ્યાની નર્મદા પોલીસે ધરપકડ કરી રાજપીપળા કોર્ટ પાસે રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પાસેથી જે પ્રવેશ ફીની રકમ વસૂલ વસૂલાતની જવાબદારી ઇસેક એજન્સીને સોંપી હતી અને તેના નાણા ભેગા કરી એચડીએફસી બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને સોંપી હતી.આ કામગીરી દરમિયાન રાઇટર કંપનીના કેટલાક કર્મચારીઓએ એચડીએફસી બેંકમાં એમઓયુના ખાતામાં નાણાં જમા કરાવ્યા નહીં અને બારોબાર ઉચાપત કરી કૌભાંડ ઓડિટરની ધ્યાન પર આવ્યું હતું.કેવડીયા પોલીસમાં એચડીએફસી બેંક મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી.જેમાં આશિષ જોશી અને જયરાજની ધરપકડ બાદ વધુ બે આરોપી હાર્દિકની અને ત્યાર બાદ ગઈકાલે રાત્રે વડોદરાના નિમેષ પંડયાની ધરપકડ કરી હતી. નિમેષ પંડ્યાના ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
📱6352918965


Comments
Post a Comment