રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15મી ડિસેમ્બરે પૂર્ણ થતા 14મીએ પાલિકા શાસકોનો છેલ્લો દિવસ રહેશે
રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15મી ડિસેમ્બરે પૂર્ણ થતા 14મીએ પાલિકા શાસકોનો છેલ્લો દિવસ રહેશે
15મીથી રાજપીપળા નગરપાલિકામાં વહીવટદાર શાસન આવશે
નવા વહીવટદાર તરીકે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વહીવટદારનો ચાર્જ સંભાળશે.
વહીવટદાર કોઈ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં.
છેલ્લા દિવસે 14.12.20 ના રોજ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખે છેલ્લી કારોબારી બોલાવી.
રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત 15 મી ડિસેમ્બરે પૂર્ણ થતાં 14મીએ પાલિકા શાસકો નો છેલ્લો દિવસ ગણાય છે.અને 15મી થી રાજપીપળા નગરપાલિકામાં વહીવટદાર શાસન આવશે નગરપાલિકામાં પ્રમુખ જીગીશાબેન ના જણાવ્યા અનુસાર નવા વહીવટદાર તરીકે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર વહીવટદાર નો ચાર્જ સંભાળશે. હાલમાં જ નવા ચીફ ઓફિસર તરીકે પરાક્રમસિંહ મકવાણાની નિમણૂક થઈ છે. નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. ત્યારે હવે નગરપાલિકાના રાજકારણમાં ફરી એકવાર ભરશિયાળે ચૂંટણીનું રાજકારણ શરૂ થયું છે.
બીજી તરફ છેલ્લા દિવસે 14.12.20ના રોજ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખે છેલ્લી કારોબારી બોલાવી છે.જેમાં છેલ્લે છેલ્લે વિકાસના કામો હાથ પર લેવાનો પ્રયાસ કરાયો છે.ખાસ તો રાજેન્દ્રનગર સોસાયટીમાં ચાલુ થનાર પેવર બ્લોક ની કામગીરી ની સ્ટ્રેન્થમાં ફેરફાર કરવા તથા આવેલા ટેન્ડરો વાંચનને લેવાના એજન્ડા સાથે કારોબારી છેલ્લી મિટીંગ બાદ નગરપાલિકાના પાંચ વર્ષના શાસનનો અંત આવશે.
બીજી તરફ નર્મદા જિલ્લા પંચાયતની ટર્મ પણ પૂરી થતા હવે વહીવટદાર મુકાશે નર્મદા જિલ્લા પંચાયતની ટર્મ ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે. તેથી હવે ત્યાં પણ જિલ્લા પંચાયતમાં વહીવટદારની નિમણૂક થઇ શકે છે.કારણકે અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઇ નથી, તેમજ ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાઈ તેવી સંભાવના છે.બીજી તરફ જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી રાખવામાં આવે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હોય એમ વહીવટદાર સિનિયર હોય છે.જોકે વહીવટદાર કોઈ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં,જિલ્લા પંચાયતમાં ચૂંટણી જાહેર ના થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારીને વહીવટદાર તરીકે રહેવાની શક્યતા વધારે છે.
જ્યારે ચૂંટણી હાલ જાહેર થઈ નથી,જ્યારે ડિસેમ્બર છેલ્લા અઠવાડિયા કે જાન્યુઆરી પહેલા અઠવાડિયામાં જિલ્લા પંચાયતની ચૂંટણી અંગેની તારીખ જાહેર થાય તેવી સંભાવના છે. જ્યારે ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે.
જોકે રાજપીપળા નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક અંગેનો વિવાદ નો મધપૂડો છંછેડાયો છે. આ અંગે નગરપાલિકાના સદસ્ય મહેશ વસાવાએ જણાવ્યું છે કે વર્ષોથી વહીવટદાર તરીકે વર્ગ -1 ના અધિકારી તરીકે વહીવટદાર અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની નિમણૂક થતી આવી છે.જ્યારે હાલમાં નગરપાલિકામાં ચીફ ઓફિસરની જરૂર મતદાર તરીકે નિમણૂક અપાઈ જાય તો તે ગેરબંધારણીય કહેવાય કારણ કે ચીફ ઓફિસર વર્ગ - 2ના અધિકારી કહેવાય.અને એક જ વ્યક્તિ ચીફ ઓફિસર અને વહીવટદાર બંનેનો ચાર જે પણ ન હોવો જોઇએ.તેમને વર્ગ-1ના અધિકારીને વહીવટદાર તરીકે નિમણૂક કરવાની માંગ કરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment