રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત

રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત


રાજપીપળામા મેઇન હાઇવે રોડ ઉપર ઝગડતા બે પશુઓ ગાય અને આખલાએ મોટરસાઇકલને અડફેટમાં લેતાં ગંભીર ઇજા થવાથી ચાલકનું મોત


રાજપીપળા: રાજપીપળામાં મેઇન હાઇવે રોડ ઉપર ગાય અને આખલો ઝગડતા બંને પશુઓએ મોટરસાઇકલને અડફેટમાં લેતા મોટરસાઇકલ ચાલકને ગંભીર ઇજા ચાલકનું મોત નીપજ્યુ છે.


આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઇ છે. જેમા બનાવની વિગત મુજબ મરનાર રણજીતભાઇ ગોપાલભાઈ તડવી (રહે, ફુલવાડી તળાવ ફળીયુ પોતાની મોટરસાયકલ નંબર જીજે ૨૨ ઈ ૨૯૦૮ લઇને રાજપીપળાથી પોતાનુ ગામ ફૂલવાડી ખાતે જતા હતા. તે વખતે ગુરુકૃપા સોસાયટી, આદર્શ નિવાસી શાળા પાસે મેઇન હાઇવે રોડ ઉપર પોતાની સાઇડે મોટર સાયકલ ચલાવી જતા હતા તે વખતે અંધારામા ગાય અનેઆ ઝગડતા હોઇ જેમાં બંને પશુઓ અચાનક દોડી આવવાથી રણજીતભાઇને અડફેટમાં લઈ લીધા હતા. જેમા ગાડી ઉપરથી ડામર રોડ ઉપર પડી જતા માથામા પાછળના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. જેની ખબર ગોપાલભાઈ સરાદભાઈ તડવી રહે, (ફૂલવાડી તળાવ ફળીયુ) પોલીસને આપતા રાજપીપળા પોલીસે કાયદેસરને કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

#manishkansara

મનીષ કંસારા

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.