પી.એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુ
કેવડિયા ખાતે સમગ્ર સ્ટેચ્યૂ પરિસરમાં
અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની રંગબેરંગી લાઈટો મુકવામાં આવી
પી.એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુ
રાજપીપળા: 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસનીની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રીય એકતા પરેડમા ભાગ લેવાના છે ત્યારે પીએમના આગમન ટાણે તેમના સ્વાગત થી માંડીને કાર્યકમની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે પી. એમ. મોદીના આગમન પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા દુલ્હનની જેમ સજાવાયુછે. જે લોક આકર્ષણનુકેન્દ્ર બન્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર સ્ટેચ્યૂ પરિસરમાં અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની રંગબેરંગી લાઈટો મુકવામાં આવી છે.
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર કે જેને એકતા નગરી તરીકે ઓળખાય છે એને રંગબેરંગી લાઈટોથી સજાવી દેવામા આવી છે. આ લાઇટિંગ ફિક્સ કરી દેવામાં આવી હોવાથી પ્રવાસીઓને કાયમી જોવા મળે એવી વ્યસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.
નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એક વાર કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. હાલ મોટા મોટા પોલ લગાવીને તમામ વીજ પોલ પર પણ ડિઝાઇનિંગવાળી લાઈટિંગ કરવામાં આવી છે. એટલું જ નહીં સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ દુબઈની જેમ કોકોનટ લાઈટિંગ લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેને કાયમી બેઝ બનાવી આ લાઇટીંગ કરવામાં આવ્યું છે. અંદાજિત 3 કરોડ જેટલી વિવિધ સાઈઝની લાઈટો મુકવામાં આવી છે.
લાઈટો થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ ઝાડ બનાવવામાં આવ્યાં છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન, તમામ વિસ્તારની લાઈટો, વિશ્વવન સહિતનાં પ્રોજેક્ટોમાં અંદાજિત 35થી 40 કરોડના ખર્ચે લાઈટિંગ કરવામાં આવી છે. એ લાઈટિંગ દરરોજ રાત્રે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લાઈટોનું આ ઝગમગાટ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આગામી દિવસોમા રાત્રીનો નજારો વધુ રંગીન અને અદભૂત બનવાનો છે.
તસવીર – રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા
B B K NEWS
OWNER / EDITOR
#manishkansara
મનીષ કંસારા
6352918965
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳





Comments
Post a Comment