પ્રવાસીઓ આનંદો / સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે.

પ્રવાસીઓ આનંદો / સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે

💠એસ. યુ. ખાતે શરૂ થનાર ફેરી ક્રુઝ બોટમાં પ્રવાસીઓ 6 કિ.મી.ના અંતરની મજા માણી શકશે. 


💠ક્રુઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકશે એટલે કેપીસીટિ છે. 


 💠ક્રુઝ બોટમાં રાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે.


💠31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે ફેરી બોટને શણગારવામાં આવી રહી છે.

Advertisement

 રાજપીપળા: હવે આગામી 31 મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક સાથે બેસાડી 6 કીમી ના 300 રૂપિયામાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ક્રુઝ બોટ સેવાનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ વચ્ચે પુનઃ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફેરી ક્રુઝ બોટને સર્વિસ કરી પ્રવાસીઓને સફરમાં લઈ જવા તૈયાર કરવામાં આવી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ માટે 50 જેટલા પ્રવાસીઓને સફર કરાવશે. તેવી તૈયારી સાથે આ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત છે. 


 જેને જોવા 2 વર્ષમાં 44 લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આજે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ વધશે. જળમાર્ગમાં ફેરી ક્રુઝ બોટ દ્વારા જેવી રીતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આજુબાજુ ફરીને લિબર્ટી જોઈ શકાય છે, તેમ હવે કેવડીયા પાસે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ ફરશે. ક્રુઝ બોટમાં પ્રવાસીઓને બેસાડી બોટિંગની મજા માણી શકશે. આ ક્રૂઝ બોટમાં એક સાથે 200 જેટલા પ્રવાસીઓ બેસી શકે એટલી કેપીસીટિ છે. 


 આ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જળમાર્ગ પણ પ્રવાસીઓ જોઈ શકશે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ટિકિટ પણ 250 થી 300 રૂપિયા રાખવામાં આવ્યા છે. જે ક્રુઝ બોટને કેવડીયા 6 કિમીના અંતરમાં ચલાવવામાં આવશે રાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે. જેથી બોટમાં બેસી પ્રવાસીઓને આનંદ મળી રહેશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવવાના હોય તેમના હસ્તે ખૂલ્લુ મુકાશે. આ માટે આ ફેરી બોટને ફરી શણગારવામાં આવી રહી છે.

 રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.