રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ.
![]() |
| પ્રતિકાત્મક તસવીર |
⚫રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ.
⚫મોડી રાત્રે એકી સાથે ચાર મકાનોના તાળા તૂટ્યા.
⚫સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી.
⚫પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ચોરીનું પગેરું શોધવા કર્યો પ્રયાસ.
રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલ વડીયાની કરજણ કોલોની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થતા રાજપીપળા પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ચોરીનું પગેરું શોધવા પ્રયાસ કર્યો છે.
આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ ફરિયાદી દર્શનાબેન ચીમનભાઈ સોમાભાઈ રૂપલા (રહે, યુનિટ બી -2 રૂમ નંબર -7 જ્યુડીશ્યલ કરજન કોલોની વડિયા મૂળ રહે સેક્ટર 24 બ્લોક નંબર 701 આદર્શ નગર સોસાયટી ગાંધીનગર )એ કોઈ અજાણ્યા ચોરી સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમે તા. 27/9/ 20 ના રાત્રિના સમયે દર્શનાબેનના ઘરનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરેલ અને તિજોરી ખોલી તેમાંથી લેડીઝ પર્સમાં મૂકી રોકડા રૂ. 2500/- ચોરી કરી હતી. તેમજ કોલોનીમાં રહેતા યુનિટ 1 રૂમ નંબર 3 માં રહેતા નિરવકુમાર પ્રદીપભાઈ રાવલના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રસોડાના ભાગે ફ્રીજ ઉપર મુકેલ ચાંદીની વીંટી નંગ.1 કિંમત રૂ.500/- તથા બેડરૂમમાં લોખંડના કબાટમાં મુકેલ સોનાની નાકમાં પહેરવાની નથ નંગ-2 કિંમત રૂ. 2000 /-જેની કુલ કી. રૂ. 2500/- ની ચોરી કરી કુલ કિંમત રૂ. 5,000/- મતાની ચોરી કરેલ તેમજ કોમલબેન મંગળદાસ મકવાણા તથા હિરેનકુમાર કાંતિભાઈ પટેલના મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા પોલીસે વધુ તપાસ આદરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳⏳


Comments
Post a Comment