ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામેથી જુગાર ઝડપાયો, રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની ધરપકડ.
ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામે થી જુગાર ઝડપાયો.
રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોની ધરપકડ.
રાજપીપળા: ગરૂડેશ્ર્વર તાલુકાના બખ્ખર ગામેથી જુગાર ઝડપાયો છે. જેમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે 6 ઈસમોને ગરુડેશ્વર પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની ફરિયાદ પીએસઆઇ એ. એસ વસાવાએ જાતે ફરિયાદી બની આરોપી કનુભાઈ શંકરભાઈ ભીલ, અનિલભાઈ અશોકભાઈ ભીલ, સંજયભાઈ શંકરભાઈ ભીલ, રયજીભાઈ નરસીહભાઇ ભીલ, પ્રતાપભાઈ રસિકભાઈ ભીલ, કિરણભાઈ દિવાનભાઈ ભીલ તમામ (રહે,બખ્ખર) સામે ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદની વિગત મુજબ રેડ દરમિયાન પકડાયેલ છ ઈસમોને અંગઝડતી લીધી હતી.તેમાંથી મળેલા રૂ.430/- તથા દાવ પરના રૂ.360/- મળી કુલ કિં. રૂ. 790 /- રોકડા તથા મોબાઇલ નંગ-2 કિં. રૂ.1000 પત્તાપાના નંગ. 52 મળી કુલ કિં.રૂ.1790/- ના મુદ્દામાલ સાથે જાહેરમાં રમતા અને કોરોના વાયરસના સંક્રમણની જાહેરનામાનો ભંગ કરવાના ગુનામાં પકડાઇ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER /EDITOR
મનીષ કંસારા
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment