ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો

ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો
 ભરૂચમાં 29 દિવસમાં જ 110% વરસાદ, ગત વર્ષે અંકલેશ્વરમાં સૌથી વધુ 256.26% વરસાદ નોંધાયેલો

19 ઓગસ્ટે જ જિલ્લાનો સરેરાશ વરસાદ પૂરો


જિલ્લામાં સૌથી વધુ નેત્રંગમાં 185.32% અને સૌથી ઓછો ઝઘડિયામાં 61.01% વરસાદ, 4 તાલુકામાં 100%થી વધુ વરસાદ


ભરૂચ 81.20 ટકા, જંબુસર 84.20 ટકા અને હાંસોટ 99.08 ટકા વરસાદ : વર્ષ 2018 માં 3 તાલુકા અને 2019માં 8 તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાયો

Advertisements 

  ભરૂચ: ભરૂચ જિલ્લામાં મેઘરાજા સતત ત્રીજા વર્ષે મહેરબાન થતા 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે 19 ઓગસ્ટે જ જિલ્લામાં 100.70 % વરસાદ થઇ ગયો હતો. જિલ્લાના 9 તાલુકા પૈકી 4 તાલુકામાં અત્યાર સુધી 100 % વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી 152.32 % વરસાદ નેત્રંગ તાલુકો તેમજ સૌથી ઓછો વરસાદ 64.01 % ઝઘડિયા તાલુકામાં નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં 2018 - 102.88 %, 2019 -184.22 %, 2020ની 23 ઓગસ્ટ સુધી 110.03 % વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ચોમાસુ ભરપૂર રહેવાની સાથે 29 દિવસમાં જ 110 ટકા વરસાદ નોંધાયો છે.

  વર્ષ 2018માં જ્યાં ભરૂચ જિલ્લામાં 713 મીમી સામે 734 મીમી સાથે 102.88 % વરસાદ નોંધાયો હતો. 2019માં સરેરાશ 705 મીમી વરસાદ સામે 1300 મીમી સાથે જિલ્લામાં 184.22 % વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે 725 મીમી સરેરાશ સામે 23 ઓગસ્ટ સુધીમાં જ 744 મીમી સાથે 110.03% વરસાદ નોંધ્યો છે. 2018 માં માત્ર 3 તાલુકામાં 100 % વરસાદ નોંધાયો હતો. 2019 માં 8 તાલુકામાં 100 % કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જે પૈકી 4 તાલુકામાં તો 200 % કરતા વધુ અને સૌથી વધુ અંકલેશ્વરમાં 265.26 % સાથે રાજ્યના બીજા નંબરે વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વરમાં છેલ્લા 3 વર્ષ થી 100 % કરતા વધુ વરસાદ નોંધાઇ રહ્યો છે. છેલ્લા 3 વર્ષ ની 23 ઓગસ્ટ સુધીની ટકાવારીમાં પણ ચાલુ વર્ષે સીઝનનો સૌથી સારો વરસાદ પડ્યો છે.

B B K NEWS

OWNER /EDITOR

મનીષ કંસારા

#manishkansara

Manish Kansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.