નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો, બે ઈસમોની ધરપકડ

નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો, બે ઈસમોની ધરપકડ

નર્મદા જિલ્લામાંથી માદક પદાર્થ ગાંજો 1.5 કિલો પકડાયો 

એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનું સંયુક્ત ઓપરેશન 

ગુનામા સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લેવાઈ

બે ઈસમોની ધરપકડ 

કાકરપાડા પાસે સાગબારાથી દેડીયાપાડા રોડ પર મોટર સભા યકલ પર ગાંજો લઈ જતા ઝડપાયા 

Advertisements 

રાજપીપળા: નર્મદા જિલ્લાના કાકરપાડા પાસે   સાગબારા થી દેડીયાપાડા રોડ પર મોટરસાયકલ પર ગાંજાની હેરાફેરી કરતા બે ઈસમો પાસેથી 1.5 કિલો માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો છે. જેમા ગુનામાં સંડોવાયેલ બે મોબાઇલ અને મોટરસાયકલ કબજે લઈ બે ઈસમોની ધરપકડ કરી એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા પોલીસનુ સંયુક્ત ઓપરેશન પાર પાડયુ છે. 

  નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ કે.ડી.જાટ એસ.ઓ.જી.પીઆઈ  નર્મદા તથા પીએસઆઈ એ.આર.ડામોર દેડીયાપાડા તથા એસ.ઓ.જી. નર્મદા તથા દેડીયાપાડા  સ્ટાફના માણસો કાકરપાડા ગામની સીમમાંથી પસાર થતાં સાગબારાથી દેડીયાપાડા જવાના રોડ ઉપર સંયુક્ત વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન દરમ્યાન એક હોન્ડા યુનીકોન મો.સા.નં.GJ-26-M-0441 ઉપરથી (૧) નૌસાદ કાસમ ખાટીક (૨) ઝુબેર ન્યાઝુ પઠાણ (બન્ને રહે. અક્કલકુવા તા.અક્કલકુવા) જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)) ને માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૫૦૦ ગ્રામ કિં.રૂ.૧૫,૭૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪૦૦૦/-તથા મો.સા. નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલછે  દેડીયાપાડા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ  છે.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS 

OWNER 

મનીષ કંસારા 

#manishkansara 

Manish Kansara 

6352918965 

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.