આજે નર્મદા જિલ્લામાં વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા, રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય

આજે નર્મદા જિલ્લામાં વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા, રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય



🔹આજે નર્મદા જિલ્લામા વધુ 10 કેસ પોઝિટિવ આવ્યા.

🔹નાંદોદ તાલુકામાં -02 કેસ, અને રાજપીપળામાં -03,અને ગરુડેશ્વરમાં -04 કેસ અને સાગબારા તાલુકામાં  -01 કેસ પોઝિટિવ 

🔹આજે 02 દર્દીઓ  સાજા થતા તમામને રજા અપાઇ 

🔹નર્મદા જિલ્લામાં કૂલ પોઝિટિવ કેસનો આંકડો 594 પર પહોચ્યો

🔹આજે કુલ 322ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે  વડોદરા મોકલ્યા છે 

🔹રાજપીપળામાં ફરીથી પોઝિટિવ વિસ્તારોમાં કેસો વધતા ચિંતાનો વિષય 


રાજપીપળા: આજે નર્મદા જિલ્લામાં વધુ 10કેસ પોઝિટિવ આવ્યાછે. જેમા નાંદોદ તાલુકામાં -02 કેસ ,  અને રાજપીપળામાં -03 કેસ અને  ગરુડેશ્વરમાં -04 કેસ અને સાગબારા તાલુકામાં  -01 કેસ પોઝિટિવ મળી કૂલ 10 કેસ પોઝિટિવ આવ્યા છે. 

    જેમા નાંદોદ તાલુકાના -02 કેસમા નીકોલી અને ધમણાછા ગામે જ્યારે રાજપીપળામાં આજના 03 કેસમા રાજપૂત ફળીયુ-01 અને છત્રવિલાસ-02 કેસો પોઝિટિવ આવ્યા છે જ્યારે ગરુડેશ્વર તાલુકામાં   કેવડીયા ખાતે -04 કેસમ તમામ 4 કેસ કેવડીયાકોલોનીના આવ્યા છે અને એક કેસ સાગબારા ખાતે પોઝિટિવ આવ્યા છે. 

  રાજપીપળામાં આજે ફરી 3 કેસ પોઝિટિવ આવતા ચિંતાનો વિષય બન્યો છે, રાજપીપળામાં ફરીથી એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતો કોરોનાથી લોકો ફફડી ઉઠ્યા છે. કેવડીયામાં ફરી કેસ વધતા ચિંતાનો વિષય બન્યો છે. 

  આજના 10 કેસ પૈકી આરટીપીસીઆર ટેસ્ટના 09 કેસ અને 01 કેસ ટ્રુ નેટ ટેસ્ટનો પોઝિટિવ  આવ્યા છે . 

  આજે કોવીડ કેર માંથી કૂલ 02દર્દીઓ  સાજા થતા  તમામને આજે રજા અપાઈ હતી. વડોદરા ખાતે 04 દરદીઓને રિફર કરાયા છે.  


 જ્યારે રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં 34 અને કોવીડ કેર 12અને હોમ આઇસોલેશનમા 17 મળી કૂલ 63 દર્દીઓ સારવાર હેઠળ છે. 

   નર્મદામાં આજદિન સુધીમાં કુલ 594 પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે આજદિન સુધીમાં કોવીડ માંથી  270 અને કોવીડ કેર માંથી 255 મળી કૂલ 525ને રજા આપી છે.

  આજે કુલ આર ટી પી સી આર ના 13 ટ્રુનેટ ટેસ્ટના 02 અને એન્ટીજન ટેસ્ટના 307 મળી કૂલ 322 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે. 

  આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 49454વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 42 દરદીઓ, તાવના 27 દરદીઓ, ઝાડાના 32 દરદીઓ સહિત કુલ-81 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 934686 લોકોએ લાભ લીધો હતો અને  હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 445402 લોકોને વિતરણ કરાઇ છે.  

.તસવીર - રીપોર્ટ:જ્યોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

OWNER 

મનીષ કંસારા

#manishkansara

Manish Kansara

6352918965 

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.