હાઈ માસ્ટ ટાવર ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન

 હાઈ માસ્ટ ટાવર  ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન
ભરૂચ: હાઈ માસ્ટ ટાવર  ઉદઘાટનના વાંકે શોભાના ગાંઠિયા સમાન

 જુના ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નંબર 11 માં આવેલ વલંદા કોઠી  ચોકમાં ઊભો કરવામાં આવેલ હાઈ માસ્ટ ટાવર હાલ તો ઉદઘાટન ન થવાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે બપોરે 4 વાગ્યા સુધી દુકાનો વિગેરે ખુલ્લા રાખી શકાશે, આ તરફ તે જ દિવસે હાઈ માસ્ટ ટાવરની ઉપર લાઇટ ફિટિંગ કરી દીધું હતું અને વાયર કનેકશન પણ જોઇન્ટ કરી દેવામાં આવ્યું હતું પરંતુ જેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે તુરંત હાઈ માસ્ટ ની લાઇટનું વાયર જોડાણ કરેલ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું અને વાયર લપેટીને હાઈ માસ્ટ ટાવર પર બાંધી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે લોક ડાઉનનો સમય 7 વાગ્યા સુધીનો વધારી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ હાઈ માસ્ટ ટાવર શોભાના ગાંઠિયા સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે.
Advertisements 
  હવે અહીં પ્રજામાં ચર્ચા થઈ રહી છે કે શું અત્યાર સુધી જે શહેરમાં સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવેલ છે તેનું દરેકે દરેકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું...?!... શું ઉદઘાટન બાદ જ એકેએક સ્ટ્રીટ લાઈટો ચાલુ કરેલ છે...?! શું આવા એક ટાવર નું ઉદઘાટન કર્યાં પછી જ પ્રજાને આની સવલત મળશે..?! શું ઇલેક્શન આવવાને કારણે આવો દેખાડો કરવામાં આવી રહ્યો છે...?! કે જુઓ અમે તમારા માટે આટલી સવલત કરી રહ્યા છે..! 

 અહીંના સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે કહે છે કે પહેલાં રોડ રસ્તા કરાવો, પીવાના પાણીની સમસ્યા હલ કરો પછી આગળનું કામકાજ કરો બાકી અહીં સ્ટ્રીટ લાઈટો તો છે જ, પ્રજાને જેની જરૂરીયાત છે તે પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે અને રોડ રસ્તા બનાવવામાં આવે, સાફ સફાઈ તથા ઉભરાઈ જતી ગટરોનો કાદવ કીચડ કઢાવી ઉંડી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જનહિતમાં જાહેર 
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.