કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો

 કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો
કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સેલંબા બજારને સેલંબા પંચાયત દ્વારા ત્રણ દિવસ બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો.

સાગબારા મામલતદારે સેલંબા ગ્રુપ ગ્રામ સરપંચ અને તલાટીકમ મંત્રીને નોટિસ ફટકારી.

 પંચાયત દ્વારા રૂ.5000/- નો દંડ વસુલ કરવાની જાહેરાત સામે સેલંબાના સ્થાનિકો અને દુકાનદારો આ મામલતદારને ફરિયાદ કરી.

 સેલાંબા ગ્રામ પંચાયતે આ કાર્યવાહી કયા કાયદા,  હુકમ, ઠરાવ,  પરિપત્ર ના આધારે કરવામાં આવેલ છે તેનો લેખિત ખુલાસો માંગતા ચકચાર.
Advertisements 
 રાજપીપળા: તાજેતરમાં સેલંબા ખાતે કોરોના પોઝિટિવ કેસ આવતા સેલંબાના બજારને સેલંબા ગ્રામ પંચાયતે મનસ્વી નિર્ણય લઇ દ્વારા ત્રણ દિવસ સુધી સેલંબાના બજારને બંધ રાખવાના નિર્ણયને ગેરકાયદે ઠરાવાયો તે આ અંગે સાગબારા મામલતદારે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારી છે. અને તેનો તાત્કાલિક ખુલાસો પણ માંગ્યો છે. 
 જેમાં જણાવ્યું છે કે ગોટપાડા ગામની અંબે ગ્રીનસીટી સોસાયટીને કોવીડ 19 કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. તથા સાગબારા તાલુકાનાં સેલંબા, કુઈદા અને ગોટપાડા ગામોના સમગ્ર વિસ્તાર (ગોટપાડા ગામની અંબે ગ્રીનસીટી સોસાયટી સિવાય વિસ્તાર)ને કોવીડ 19 બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. કન્ટેઈનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં તમામ પ્રવૃત્તિઓ રાતના 8 કલાક સુધી ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

 જ્યારે સેલંબા ગામ માં આવેલ બજારમાં સેલંબા ગ્રામ પંચાયત દ્વારા પરીક્ષા પર માઇક લગાવી તમામ દુકાનદારોને તા.6/7/20 થી 9/7/20  સુધી બજાર સંપૂર્ણ રીતે બંધ રાખવા સુચના આપેલ હોવાનું અને જો એમ ન કરવામાં આવે તો પંચાયત દ્વારા રૂ.5000/-નો દંડ વસુલ કરવાની જાહેરાત માઇક દ્વારા ગામમાં કરવામાં આવી હતી.આ બાબતે સ્થાનિકો અને દુકાનદારોએ ફરિયાદ કરી હતી, જેની સાગબારા મામલતદારે જાતે સ્થળ તપાસ કરતા આ બાબત સાચી હોવાનું જાણવા મળેલ છે.
 મામલતદારે આ બાબતે ગેરકાયદે ઠેરવી જણાવ્યું હતું કે સેલંબા ગામ આખા સાગબારા તાલુકાનું મુખ્ય બજાર છે. જીવન જરૂરિયાતને આવશ્યક ચીજવસ્તુઓ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ બિયારણ તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપૂરતી આ બજારમાંથી જ થતી હોય છે. આપના દ્વારા ભરવામાં આવેલા પગલાંના કારણે સાગબારા તાલુકાના તમામ ગામોમાં આર્થિક પ્રવૃત્તિમાં અડચણ આવેલ છે. તાલુકાના દૂર રાજના ગામોમાંથી આવેલ ગ્રાહકો ગ્રામજનોને ધક્કા ખાવા પડે છે. તથા આવશ્યક ચીજવસ્તુઓની પૂરવઠા સાંકળ ખોરવાઇ જવાનો ભય રહેલ છે. સેલંબા ગ્રામ પંચાયતે આ કાર્યવાહી કયા કાયદા,  હુકમ, ઠરાવ અને પરિપત્રના આધારે કરવામાં આવેલ છે. તેનો લેખિત ખુલાસો માંગ્યો છે, અને ખુલાસો નહીં આપે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ આપતા ચકચાર મચી જવા પામી છે. 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.