ગડખોલ-સરદાર બ્રિજ ખાતે સતત બીજા દિવસે ટ્રાફિક જામ ની સમસ્યા

ભરૂચ: ગડખોલ તેમજ સરદાર બ્રિજ ખાતે 2 દિવસથી ટ્રાફિક સમસ્યા વધુ વક્રી રહી છે. ગડખોલ બ્રિજ પર સવાર-સાંજ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝાડેશ્વર ચોકડી નજીક પડેલા ગાબડાંને લઇ હાઇવે પર ચક્કાજામ દ્રશ્યો સામે આવી રહ્યા છે.
Advertisements
વરસાદના કારણે પડેલા ગાબડાંથી વાહન વ્યવહાર ખોરવાય છે
છેલ્લા એક સપ્તાહ થી અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાં સવારે તેમજ સાંજે પીક અવર્સમાં ચક્કાજામ થઇ જાય છે. શહેર ગડખોલ ફાટકથી ગડખોલ પાટિયા, અંદાડા થી ગડખોલ પાટીયા અને ભરૂચથી અંકલેશ્વર તરફ તેમજ અંકલેશ્વર થી ભરૂચ તરફના માર્ગો પર વાહનો કતાર લાગી જવા પામે છે, અને ચારે તરફના માર્ગો ચોક-અપ થઇ જાય છે. પોલીસ ટ્રાફિક દ્વારા જામ હળવો કરવામાં પણ મુશ્કેલી સર્જાય રહી છે. તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48 પર વરસાદના કારણે પડેલા ગાબડાંને લઈ વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. ખાસ કરી ઝાડેશ્વર ચોકડી પાસે પડેલા મસમોટા ગાબડાંને લીધે વાહનોની લાંબી કતાર બંને તરફ લાગી જાય છે. જેને લઇ જુના અને નવા સરદાર બ્રિજ પર વાહનોનો ચકકજામ સર્જાય છે.
છેલ્લા 3 દિવસથી વધી રહેલી આ સ્થિતિને લઇ વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકજામ હળવો કરવા માટે માર્ગો પર ગાબડાં પુરાવા માટે માંગ કરી રહ્યા છે, તો ગડખોલ પાટીયા ખાતે પીક અવર્સમાં પોલીસ વ્યવસ્થા વધારવા માટે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment