ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર જયા-પાર્વતી, ગૌરી વ્રતનો પ્રારંભ

ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર   જયા-પાર્વતી, ગૌરી વ્રતનો  પ્રારંભ
ભરૂચ: ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરાવનાર 
જયા-પાર્વતી, ગૌરી વ્રતનો આજથી પ્રારંભ
કુંવારીકાઓ દ્વારા શૉશ્યલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પૂજા કરાઈ.

વિશેષ:-
Advertisements 
જયા - પાર્વતી વ્રત 

 જયા - પાર્વતીનું વ્રત અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા.3-7-2020 થી તા.7-7-2020  સુધી અષાઢ સુદ-13 થી અષાઢ વદ બીજ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે.સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.

  પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. 

  આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. 

  ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ  જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.