ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું

ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું
ભરૂચ: ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘ, ભરૂચ જિલ્લા દ્વારા ગણેશ સુગરની ચૂંટણી કોરોનાંના કારણે મોકૂફ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું. 
આવેદનપત્ર ના સ્ક્રીન શોટ્સ 

   હાલ ચાલી રહેલ કોરોનાં મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવા ભરૂચ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisements 



શું છે આવેદનપત્ર 

ગણેશ સુગર બચાવ સંઘષઁ સમિતિ
                         તા,07/07/2020

 પ્રતિ,
  મે, જીલ્લા કલેકટર સાહેબ,
 જીલ્લા કલેકટર શ્રી ની કચેરી
 બહુમાળી બિલ્ડીંગ,ભરૂચ
        મુ-ભરૂચ
 ------------------------------------
 વિષય:કોવિડ-૧૯ ની મહામારી-સંકરમિત ના કારણે શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી -વટારીઆ. તા.વાલીઆ. જી. ભરૂચની વ્ય,સમિતિ ની ચૂંટણી મુલત્વી રાખવાં બાબત.
 ----------------------------------------
 મે,સાહેબ શ્રી,
           સવિનય સહ આપ સાહેબ ને જણાવવાનું કે સરકાર શ્રી ના જાહેર નામા ક્રમાંક જીએસકેએસ/66/2020/જીસીએસ/10/2020/115/6 તા,4/07/2020 કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સચિવાલય,ગાંધીનગર, ગુજરાત સરકાર શ્રી એ જાહેર કયાઁ મુજબ હાલમાં ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ ,કોરોના વાયરસ ની મહામારી તથા સંક્રમિત નાં કેસો વધી રહ્યા છે. અને તેના પરિણામે સરકાર શ્રી એ જાહેર કરેલ લોકડાઉન ના કારણે સહકારી મંડળીઓ ની ચુંટણી યોજવી શક્ય ન હોય સરકાર શ્રી  ના તા, 24/03/2020થી રાજય સરકારે તમામ સહકારી મંડળી ની ચુંટણી જે તબક્કે છે તે તબક્કે જાહેર કરેલ, નિદીઁષ્ટ મંડળીઓની વ્યવસ્થાપક સમિતિ ની ચુંટણી ની મુદત તા,31/07/2020 સુધી લંબાવેલ છે.
         ભારત સરકાર દ્વારા અનલોક -1 અન્વયે તા,01/06/2020 ના આપેલ છુટછાટ ને ધ્યાને લઈ તમામ સહકારી મંડળી ઓ ની ચુંટણી યોજી શકાય તે માટે તા,24/06/2020ના જાહેરનામા થી મુલત્વી રાખેલ ચુંટણી ઓ પુનઃ યોજવા સરકાર શ્રી એ તા, 30/06/2020 ના પત્ર થી " માઈક્રોકંન્ટેનમેન્ટ અને કંન્ટેનમેન્ટ ઝોન સીવાય" ચુંટણી  યોજવા મંજુરી આપવામાં આવેલ છે તે અન્વયે શ્રી ગણેશ ખાંડ ઉ. સ. મંડળી લીમીટેડ વટારીયા તા,વાલીયા જિ,ભરૂચ ની વ્યવસ્થાપક કમીટી ની ચુંટણી નુ જાહેર નામું પડેલ છે અને ચુંટણી ની કાયઁવાહી ચાલુ છે .જે બાબતે આપનું ધ્યાન દોરતા જણાવવા નુ કે સંસ્થા ના છ થી સાત હજાર સભાસદો ચુંટણી મા ભાગ લેશે અને  વધારે મા તેના ટેકેદાર પણ ભાગ લેશે એવા સંજોગો મા
   (1) સંસ્થા નુ કાયઁક્ષેત્ર ચાલીસ કીલોમીટર ની ત્રિજ્યામાં આવેલું છે જેમા ત્રણ જિલ્લા ભરૂચ, સુરત, નમઁદા નો સમાવેશ થાય છે જેમા આઠ તાલુકા છસો થી વધુ ગામો નો સમાવેશ થાય છે .
   (2) આટલી મોટી સંખ્યામાં મતદારો,  ઉમેદવાર, ટેકેદાર, સભાસદ ભેગા થતા હોય આ કોવીડ-19 કોરોના મહામારી મા સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવું શક્ય નથી.
    (3)  ગણેશ સુગર ના કાયઁક્ષેત્ર ના સભાસદો નવસારી, વલસાડ  સુરત,ભરૂચ અંકલેશ્વર, વડોદરા, આણંદ, કોસંબા, જેવા શહેરોમાં પણ રહે છે તેથી ત્યાં ચાલતી ભીષણ પરિસ્થિતિ ને માઈક્રો કંન્ટેનમેન્ટ,તમેજ કંન્ટેન્ટેમેન્ટ ઝોન ના સુગર ના સભાસદો મતદારો ના કારણે કોવીડ-19 કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં થવા સંભવ છે.
   (4) ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ના કારણે ખેડૂત સભાસદો ની સીઝન ની વાવેતર ની કામગીરી પણ ચાલુ હોય સભાસદો મતદારો ને ખેતીના કામને કારણે ચુંટણી પ્રક્રિયા મા અવરોધ થાય એમ છે અને આ ખેડૂત સભાસદો મતદારો સંક્રમિત થાય તો એમની સાથે સંકળાયેલો મજુર વગઁ પણ થવા સંભવિત છે અને ગામડામાં આવા સંક્રમિત થનાર સભાસદ મતદાર તથા ગરીબ મજુર વગઁ ને મેડીકલ સારવાર સારી અને સમયસર મળવી મુશ્કેલ છે.
   (5) હાલ વાલીયા તાલુકા મા (જેવા કે  હીરાપર,મોખડી, નેત્રંગ, રૂપનગર, વાલીયા) તમેજ અંકલેશ્વર, કોસંબા, વાલનેર,ભરૂચ જિલ્લામાં કોવીડ-19કોરોના મહામારી ના કેસો ની સંખ્યા વધતી જાય છે અને ઘણા સભાસદો સંક્રમિત છે જે આ ચુંટણી સાથે સંકળાયેલાં છે.
        આવા સંજોગોને ધ્યાનમાં લઈ ચુંટણી પ્રક્રિયા ના કારણે કોવીડ-19 કોરોના મહામારી નુ સંક્રમણ ન થાય અને એને સંપૂર્ણ  અટકાવવા ના કામમાં સરકાર શ્રી ને સહાય થાય તેમજ ભવિષ્યમાં આ કોવીડ-19 કોરોના મહામારી મા સભાસદો મતદારો, ખેડૂતો, કાયઁકરો, મજુર વગઁ, નો બચાવ થાય તેમના કુટુંબ ની પરીસ્થિતિ ન બગડે એ હેતુને ધ્યાનમાં લઈ આપને પ્રાપ્ત થયેલ સત્તા નો યોગ્ય હેતુસર ચુંટણી અટકાવવા યોગ્ય ઉપયોગ કરવા વિનંતિ
    સહકાર ની અપેક્ષા સહ
                        આપના વિશ્વાસુ
 ચુટાયેલ ડીરેક્ટર
 (1) ધર્મેન્દ્રસિંહ મહિડા ડીરેક્ટર


 (2) હેતલભાઇ પટેલ ડીરેક્ટર

 (3)પ્રતાપસિંહ માટીયેડા ડીરેક્ટર

 (4)સુરેન્દ્રસિંહ પરમાર ડીરેક્ટર

 (5) મોતીસિંહ માટીયેડા માજી ડીરેક્ટર

 પુષ્પેન્દ્રસિહ સુણવા સંઘષઁ સમિતિ


 દિલીપસિંહ મહિડા સંઘષઁ સમિતિ


 ધમેઁશકુમાર ભટ્ટ સંઘષઁ સમિતિ


 નટવરસિંહ સોલંકી સંઘષઁ સમિતિ


 સુરેન્દ્રસિંહ મહિડા સંઘષઁ સમિતિ


 રાજેન્દ્રસિંહ બોરાધરા સંઘષઁ સમિતિ


 પ્રવિણસિંહ સુરતીયા સંઘષઁ સમિતિ


 જીતેન્દ્રસિંહ જાદવ સંઘષઁ સમિતિ


 જયેન્દ્રસિંહ પરમાર સંઘષઁ સમિતિ

  
 નકલ રવાના  જાણ સારૂ :--
 ----------------
 (૧) સહકાર સચિવ શ્રી
         ગાંધીનગર
 (૨) કૃષિ મંત્રી શ્રી
       ગાંધીનગર
 (૩) સહકાર મંત્રી શ્રી
         ગાંધીનગર
 (૪) આરોગ્ય મંત્રી શ્રી
        ગાંધીનગર
B B K NEWS 
OWNER 
#manishkansara 
Manish Kansara 
6352918965 
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.