સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન
 
અમદાવાદ: સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાંઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.
જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાંઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
હરિભક્તોને એકત્ર ન થવા અપીલ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.
અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક
મણિનગર સ્વામીનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનનીસારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક રહેતા ગત 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.
હાલમાં જ આચાર્ય મહારાજનો પ્રમાંજલિ પર્વ ઉજવાયો હતો
હજી ગત 29 મેના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો પ્રેમાંજલિ પર્વ-78મો પ્રાગટ્ય પર્વ ઉજવાયો હતો. ગાદી સંસ્થાનના સંતોએ સાથે મળી આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી 41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે રહ્યાં
  • આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત-1998 અધિક જેઠ સુદ-13 તદ્અનુસાર 28મી મે, 1942 ભારાસર-કચ્છ, ગુજરાતમાં થયો હતો. 
  • તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા 19 વર્ષ, 9 મહિના અને 23મા દિવસે 21મી માર્ચ, 1962 (વિક્રમ સંવત-2018, ફાગણ સુદ પૂર્ણિમા)ના દિવસે સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યા હતા. 
  • 28મી ફેબ્રુઆરી, 1979 (વિક્રમ સંવત-2035, ફાગણ સુદ બીજ), જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આ ઐતિહાસિક ક્ષણ તેઓનાં સાધુ જીવનના 16 વર્ષ 11 મહિના અને 17 દિવસ બાદ આવી હતી. એટલે કે તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે 41 વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.
  • શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 22મી ફેબ્રુઆરી, 2004 (વિક્રમ સંવત-2060, ફાગણ સુદ બીજ)ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો. 
B B K  NEWS 
#manishkansara
Manish Kansara
6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.