અંકલેશ્વર / 'મારા ખિસ્સામાંથી રૂપિયા કેમ ચોર્યા છે', તેમ કહીને પિતાએ પુત્રની પરાઈના ઘા મારીને હત્યા કરી, પિતાની ધરપકડ

અંકલેશ્વર / “મારા ખિસ્સામાંથી રૂપિયા કેમ ચોર્યા છે”, તેમ કહીને પિતાએ પુત્રની પરાઈના ઘા મારીને હત્યા કરી, પિતાની ધરપકડ
અંકલેશ્વર: અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રૂપિયા ચોરી લીધા હોવાની આશંકાએ પિતાએ પરાઈના ઘા મારીને પુત્રનીહત્યા કરી હોવાનીઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યા કરનારપિતાની ધરપકડકરીને પૂછપરછ શરૂ કરી છે. પિતા-પુત્ર વચ્ચે અવારનવાર રૂપિયાને લઇ ઝઘડા થતાં હોવાનું બહાર આવ્યુંછે. પિતા સામે પુત્રીએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રની સારવાર માટે પરિવાર 3 હોસ્પિટલપરિવાર રખડ્યોહતો. જોકે અંતે ખાનગી હોસ્પિટલમા ટૂંકીસારવાર દરમિયાન મોત નિપજ્યુંહતું.
Advertisements 
પુત્ર પર હુમલો કરી રહેલા પિતાનો દોહિત્રી પર હુમલાનો પ્રયાસ
  અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાંરહેતા નગીન વસાવા અને પુત્ર દિનેશ વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા થતાંહતા. દરમિયાન ગુરૂવારના રોજ ફરી એકવાર ઝઘડો થયો હતો.પિતા નગીન વસાવાએ સુતેલા પુત્ર દિનેશને તે કેમ મારા ખિસ્સામાંથી રૂપિયા ચોર્યા છે. તેમ કહી પોતાની પાસે રહેલી પરાઈ વડે મોઢાના ભાગે ગંભીર માર માર્યો હતો જે જોઇને દોહિત્રી સંધ્યા તેમની મમ્મી સુશીલાબેન પવારને ઉપરના માળેથી બોલાવી લાવી હતી અને મામાને માર મારતા બચાવવા જતા નગીનવસાવાએ દોહિત્રીને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેની માતા શુશીલાએ વચ્ચે પડીને છોડાવ્યા હતા અને ત્યારબાદ અન્ય સંબંધીને બોલાવીને ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ એ.કે. પટેલ હોસ્પિટલ, ત્યારબાદ સરદાર પટેલ હોસ્પિટલઅને ત્યાંથી અંતે ઓરેન્જ હોસ્પિટલખાતે ખસેડ્યો હતો, જ્યાં તેનું ટૂંકીસારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક યુવાનની બહેને પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી
  મૃતકની બહેન સુશીલાબેન પવારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પોતાના પિતા નગીન વસાવા વિરૂદ્ધ તેના ભાઈ દિનેશ વસાવાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસહાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ PI ઓમકારસિંહ સિસોદીયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સાંયોગિક પુરાવા એકત્ર કર્યાં હતા અને આરોપી પિતા નગીન વસાવાની ધરપકડ કરી હતી.
DYSP કહે છે કે, આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
  DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, મૃતક દિનેશ વસાવા અને તેના પિતા નગીન વસાવા વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતા. ગુરૂવારે તેમનાવચ્ચે રૂપિયા ચોરી કર્યાં અંગે તકરાર થતાં પિતાએ પરાઈ મારતા પુત્રનેગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવીછે. હાલ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.