હાંસોટમાં એક જ પરિવારના 9 સહિત જિલ્લામાં 23 પોઝિટિવ,અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં
હાંસોટમાં એક જ પરિવારના 9 સહિ, ત જિલ્લામાં 23 પોઝિટિવ,અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં
ભરૂચ: ભરૂચ શહેર જિલ્લામાં ગુરૂવારે રાત્રે જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયાં બાદ શુક્રવારે નવા 23 પોઝિટિવ આવ્યા છે. પૈકીના હાંસોટના એક જ પરિવારના 9 સહિત 23 કેસ છે જ્યારે એક કેસ અંક્લેશ્વરમાં નોંધાયો હતો. ગુરૂવારે ભરૂચ શહેરમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા હજી તેની પૃષ્ટી કરી નથી.
Advertisements
જિલ્લામાં અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં છે, જ્યારે 188 લોકો હજી સારવાર હેઠળ છે
ભરૂચ શહેર જિલ્લામાં ગુુરુવારે સાંજ સુધીમાં 19 કેસ નોંધાયાં બાદ મોડી રાત વધુ 9 કેસનો ઉમેરો થતાં કુલ આંકલ 409 થયો હતો. દરમિયાન શુક્રવારે જિલ્લામાં 23 નવા કેસ નોંધાયાં છે. જેમાં માત્ર હાંસોટ તાલુકામાં જ 13 કેસ નોંધાયાં હતાં. જેમાં સાહોલ ગામે 10, ઇલાવ ગામે 2 તેમજ હાંસોટ ગામે 1 કોરોના સંક્રમિત કેસ મળી આવ્યો છે. હાંસોટમાં 13 પૈકી 9 તો એક જ પરિવારના કુટુંબી છે. જેમાં બે ભાઇમાંથી એક કોસંબા અને બીજો ખરચની કંપનીમાં નોકરી કરતા હોઇ ત્યાંથી સંક્રમિત થઇને આવ્યા બાદ લોકલ ટ્રાન્સમીશન થયું હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે.જિલ્લામાં 432 કેસો પૈકી 60.04 ટકા કેસ 9 તાલુકાઓમાં જ્યારે 39.95 ટકા કેસ ભરૂચ, આમોદ, જંબુસર તેમજ અંક્લેશ્વર પાલિકા વિસ્તારમાં નોંધાયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 220 લોકો સાજા થયાં છે. જ્યારે 188 લોકો હજી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ મુજબ કોરોનાથી જિલ્લામાં માત્ર 15 જ લોકોના મોત થયાં છે. જોકે અગાઉ એક તબીબ, રિટાયર્ડ પીએસઆઇ તેમજ ગુરૂવારે ભરૂચ શહેરમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની ઘટના બની છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હજી તેમના ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યાં ન હોવાને કારણે મૃત્યુ આંક સ્થિર હોવાની કેફિયત રજૂ કરી રહ્યું છે.
કન્ટેઇન્મેન્ટ એરિયાની કલેક્ટરે મુલાકાત લીધી
અંકલેશ્વરમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતાં કન્ટેઇનમેન્ટ એરિયામાં નિયમોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેમજ સ્થાનિકોની આરોગ્યલક્ષી સ્થિતિ અને તકેદારીના પગલાં અંગે જિલ્લા કલેક્ટર ડૉ એમ.ડી.મોડિયાએ કેશવપાર્ક, જલારામ એપાર્ટમેન્ટ તેમજ નીલકંઠવીલા સોસાયટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા આરોગ્ય અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર, એસડીએમ સહિતના જોડાયા હતાં.
વડોદરાને અડીને આવેલા જંબુસર બાદ સુરત સાથે જાેડાયેલું હાંસોટ હોટસ્પોટ
ભરૂચ જિલ્લામાં પહેલાં વડોદરા જિલ્લાને અડીને આવેલાં જંબુસર તાલુકામાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધ્યાં હતાં. આરોગ્ય વિભાગ દ્વારા માંડ હજી જંબુસરમાં કોરોના પર અંકુશ મેળવ્યો છે. ત્યાં હવે સૂરતની બોર્ડરને અડીને આવેલા હાંસોટ તાલુકામાં છેલ્લાં ત્રણેક દિવસથી વધી રહેલાં કેસ તંત્ર માટે ચિંતાજનક બન્યાં છે. જંબુસર બાદ હવે હાંસોટ તાલુકો હોટસ્પોટ બને તેવી દહેશત વર્તાઇ રહી છે.
ONGC માં 3 પોઝિટિવ આવતા વિસ્તાર કોર્ડન
અંકલેશ્વરમાં સતત 15માં દિવસે પણ કોરોના દર્દી સામે આવ્યો છે. કોસમડી ગામે છેલ્લા કેટલાક સમયથી બીમાર મહિલાને કોરોના લક્ષણ જણાતા તેના સેમ્પલ આરોગ્ય વિભાગે લેવડયા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં પણ 3 કમર્ચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગે ઓએનજીસી વિભાગે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે જાણ કરતા આરોગ્ય વિભાગે કોલોની વિસ્તારમાં આરોગ્ય સર્વે હાથ ધર્યો હતો તેમજ જે તે રહેણાંક વિસ્તારને કોર્ડન કર્યો હતો. અલબત્ત, ત્રણેની હજુ સત્તાવાર નોંધ લેવાઇ નથી.
જનહિત માં જાહેર
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment