ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા
ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા
ભરૂચ: ભરૂચમાં કોલેજ રોડ પર અનેક પાનના ગલ્લાઓ અને દુકાનો સાંજે 7 વાગ્યા બાદ પણ ખુલ્લા અને ગ્રાહકો સાથે કેમેરામાં કેદ થયા....
Advertisements
ભરૂચમાં આજે કેટલાક બજારોમાં તથા વિસ્તારોમાં પણ દુકાનો ચાર વાગ્યા પછી પણ ખુલ્લી રહી હતી. જિલ્લા કલેકટર દ્વારા ફરી એક વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લામાં
આવતી તમામ હોટલો, દુકાનો, લારી - કેબીન વિગેરે બપોરે ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો પણ આજે બપોરે કેટલાક બજારોમાં તથા વિસ્તારોમાં દુકાનો વિગેરે ચાર વાગ્યા પછી પણ ચાલુ રહ્યાં હતાં.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેટલાક વિસ્તારોમાં, ગલી મહોલ્લામાં પણ દુકાનો તથા કેબીન રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહે છે, તથા કેટલાક લોકો માસ્ક પહેર્યાં વગર ફરતા જોવા મળે છે. આ બાબતે તંત્ર દ્વારા કડકાઈ દાખવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠી છે.
B B K NEWS
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment